લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી મૌની રોયના લગ્નની તારીખ અને સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અભિનેત્રી મૌની રોય 27 જાન્યુઆરીના દુબઈમાં રહેનાર તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મૌની રોય અને તેનો બિઝનેસમેન પ્રેમી સૂરજ નામ્બિયાર ગોવામાં લગ્ન કરશે. જેમાં નજીકના લોકો જ સામેલ થવાના છે. કેટલાક મહેમાનોના નામ પણ સામે આવ્યા છે. બંને ગોવાની ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 28 જાન્યુઆરીના લગ્નનો જશ્ન ઉજવવામાં આવશે. આ અગાઉ એવી અટકળો હતી કે, મૌની અને સૂરજ દુબઈ અથવા ઈટાલીમાં લગ્ન કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેમના લગ્ન સમારોહ બે દિવસ સુધી રહેશે.

લગ્ન પહેલાની વિધિ 26 જાન્યુઆરીના થશે અને ત્યારબાદ 27 જાન્યુઆરીએ દરિયાકિનારે લગ્ન થશે. રિપોર્ટ મુજબ, મૌની રોયે સાઉથ ગોવામાં એક સંપૂર્ણ ફાઇવ સ્ટાર હોટેલ બુક કરાવી છે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સ્થળને સફેદ રંગથી શણગારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મૌની રોયનો બોયફ્રેન્ડ સૂરજ દુબઈમાં રહેનાર ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મૌની રોયના લગ્નમાં આશકા ગોરાડિયા અને એકતા કપૂર સામેલ થશે.