આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘ડ્રીમગર્લ’ ની અભિનેત્રી રીંકુ સિંહ નિકુંભનું નિધન થઈ ગયું છે. કોવિડ કોમ્પ્લિકેશનના કારણે તેમનું મોત થઈ ગયું હતું. તે છેલ્લા થોડા દિવસોથી આઈસીયુમાં દાખલ હતી અને વાયરસથી સામનો કરી રહી હતી. રીંકુ સિંહ નિકુંભની કજીન ચંદા સિંહ નિકુંભે આ જાણકારી આપી છે.

તમને જણાવી દઈએ કે, રીંકુ સિંહ નિકુંભ છેલ્લી વખત એમેઝોન પ્રાઈમની ફિલ્મ હૈલો ચાર્લીમાં જોવા મળી હતી. અભિનેત્રીને ફિલ્મ ડ્રીમ ગર્લથી ફેમ મળ્યું હતું. તે તેના સિવાય તે ઘણા ટીવી શો જેવા ચીડિયાઘર, મેરી હાનિકારક બીવીમાં પણ એક્ટિંગ કરી ચુકી છે.

બોલીવુડ લાઈફથી વાત કરતા રીંકુ સિંહ નિકુંભની બહેન ચંદાએ જણાવ્યું છે કે, ૨૫ મેના રીંકુની કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવી હતી, ત્યાર બાદ તે હોમ અઈસોલેશનમાં હતી. ત્યાર બાદ રીંકુનો તાવ ઓછો થઈ રહ્યો નહોતો. થોડા દિવસો બાદ રીંકુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં રીંકુને થોડા સમય બાદ આઈસીયુમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ આઈસીયુમાં જ રીંકુની પરીસ્થિતિ બગડી ગઈ અને તેમનું મોત થઈ ગયું હતું. રીંકુ પહેલાથી અસ્થમાથીની બીમારીથી પીડિત હતી.

રીંકુ સિવાય તેમની ફેમેલી તરફથી ઘણા મેમ્બર કોરોના પોઝીટીવ જોવા મળ્યા હતા. ચંદાએ જણાવ્યું હતું કે, રીંકુ ૭ મેના કોરોના વેક્સીનની પ્રથમ ડોઝ લઇ ચુકી છે અને સેકેન્ડ લગાવવાની હતી.