ઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહેલી તપાસ વચ્ચે ટેલિવિઝન અભિનેત્રી નિક્કી તંબોલી અને ચાહત ખન્નાના નામો સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ચાર્જશીટ મુજબ, નિક્કીને 3.5 લાખ રૂપિયા અને એક ગુચી બેગ આપવામાં આવી હતી. અભિનેત્રી નોરા ફતેહી આ જ મામલે ગુરુવારે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) સમક્ષ હાજર થઈ હતી.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, નિકિતા તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુષા પાટીલ મુલાકાત સુકેશથી ત્યારે થઈ જ્યારે તે જેલમાં હતા. આ તમામ તેમની સાથી પિંકી ઈરાની મારફતે તેમને મળવા દિલ્હીની તિહાર જેલમાં ગયા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, “એપ્રિલ 2018 માં પ્રથમ મીટિંગ દરમિયાન, આરોપી પિંકી ઈરાનીને સુકેશ ચંદ્રશેખર પાસેથી રૂપિયા 10 લાખની રોકડ રકમ મળી હતી, જેમાંથી તેણે નિકિતા તંબોલીને 1.5 લાખ. બીજી વખત, તેમની પ્રથમ મુલાકાતના બે થી ત્રણ અઠવાડિયા પછી, તે એકલા સુકેશ ચંદ્રશેખરને મળવા ગઈ, જ્યાં તેને આરોપી સુકેશ ચંદ્રશેખર દ્વારા  2 લાખની રોકડ રકમ અને એક ગુચી બેગ આપી હતી.

નોરાની ગુરુવારે પૂછપરછ કરવામાં આવી હતી, તેના એક દિવસ પછી જ દિલ્હી પોલીસ EOW અધિકારીઓએ આ જ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને સમન્સ પાઠવ્યા હતા. ED અનુસાર, નોરા અને જેકલીન બંનેને સુકેશ પાસેથી કાર અને મોંઘી ભેટ મળી હતી. કર્ણાટકના બેંગલુરુનો વતની સુકેશ હાલમાં દિલ્હીની જેલમાં બંધ છે અને તેની સામે 10થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. જ્યારે તે રોહિણી જેલમાં બંધ હતો ત્યારે તેના પર 200 કરોડ રૂપિયાનું ખંડણીનું રેકેટ ચલાવવાનો આરોપ હતો.