લંડન અને યોર્કશાયરના ક્ષેત્રોમાંથી અક્ષય કુમારની કેટલીક તસવીરો તાજેતરમાં લીક થઈ હતી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. હવે એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે તે પોતાની આવનારી એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મના ટાઈટલ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી, પરંતુ તેનાથી સંબંધિત એક સૂત્રએ પુષ્ટિ કરી છે કે, અક્ષય નવી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને જણાવ્યું છે કે, આ ફિલ્મ રિયલ લાઈફ હીરો અને કોલસાની ખાણનું રેસ્ક્યુ ઓપરેશનમાં તેમની બહાદુરી પર આધારિત છે.

હવે લેટેસ્ટ અપડેટ એ છે કે, આ અનટાઈટલ્ડ ફિલ્મમાં અક્ષયની સામે પરિણીતી ચોપરાને કાસ્ટ કરવામાં આવી રહી છે. ખુદ પરિણીતીએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે કે ‘We Are Back’. જી હા, અક્ષય અને પરિણીતીની જોડી આ પહેલા 2019 માં આવેલી ફિલ્મ ‘કેસરી’માં જોવા મળી હતી. હવે આ કપલ ફરી એક વખત સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવાની તૈયારી કરી રહ્યું છે. આ રહી પરિણીતીની પોસ્ટ.

ફિલ્મની વાર્તા ચીફ માઇનિંગ એન્જિનિયર જસવંત ગિલ પર આધારિત છે, જેમણે કોલસાની ખાણમાં ફસાયેલા કામદારોનો જીવ બચાવ્યો હતો. અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાને લાંબા સમય પછી સાથે જોવા માટે ચાહકો ચોક્કસપણે ઉત્સાહિત હશે. ફિલ્મનો અક્ષયનો લુક સોશિયલ મીડિયા પર પહેલાથી જ વાયરલ થઈ રહ્યો છે. તેને ટીનુ સુરેશ દેસાઈ પ્રોડ્યુસ કરી રહ્યા છે, જેમણે અક્ષયની ફિલ્મ ‘રુસ્તમ’નું નિર્દેશન કર્યું હતું.