પ્રખ્યાત બંગાળી અભિનેત્રી એંદ્રિલા શર્માએ 24 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. બ્રેઈન સ્ટ્રોકના કારણે લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ રહેલ એંદ્રિલા શર્મા 20 નવેમ્બરના રોજ મલ્ટિપલ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. એંદ્રિલા શર્મા ના અવસાનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમનો બોયફ્રેન્ડ અને બંગાળી અભિનેતા સબ્યસાચી ચૌધરી તેના છેલ્લા શ્વાસ સુધી અભિનેત્રી સાથે રહ્યો હતો. તે જ સમયે, હવે સબ્યસાચીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એંદ્રિલા શર્માના પગને કિસ કરતો અને તેને અંતિમ વિદાય આપતો જોવા મળી રહ્યો છે.

એંદ્રિલા શર્મા ના અંતિમ સંસ્કાર દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એમાં જોવા મળે છે કે, એંદ્રિલા શર્માની ડેડ બોડી જમીન પર રાખવામાં આવી છે અને તેનો બોયફ્રેન્ડ સબ્યસાચી ચૌધરી તેના પગ પાસે જમીન પર બેઠો છે. પછી તે એંદ્રિલા શર્માના પગને સ્પર્શ કરે છે અને તેને કિસ કરે છે અને ખૂબ રડે છે. સબ્યસાચીના ચહેરા પર પોતાનો પ્રેમ ગુમાવવાનું દર્દ સ્પષ્ટ દેખાય છે અને તે પછી તે એંદ્રીલાના ચહેરા તરફ જોતો જોવા મળી રહ્યો છે.

એંદ્રિલા શર્માને સબ્યસાચીએ તેના છેલ્લા દિવસોમાં બિલકુલ એકલી છોડી ન હતી. તે સમયાંતરે ચાહકોને એંદ્રિલા ના સ્વાસ્થ્યના અપડેટ્સ આપતો હતો. બીજી તરફ બંને લિવ-ઈનમાં રહે છે અને આવી સ્થિતિમાં એંદ્રીલાના જવાથી તે સાવ ભાંગી પડે છે. એવા પણ સમાચાર છે કે રવિવારે એંદ્રિલાનું મોત થયા બાદ સબ્યસાચીએ તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દીધા છે.

તમને જણાવી દઈએ કે એન્દ્રિલા લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. જોકે, સારવાર બાદ તે સ્વસ્થ થઈને કામ પર પરત ફરી હતી. પરંતુ હવે કેન્સર સામેની લડાઈ જીતીને પણ તે જીવનની લડાઈ હારી ગઈ છે. તે જ સમયે, અભિનેત્રી કોમામાં ગયા પછી, સબ્યસાચીએ એક પોસ્ટ કરી હતી જેમાં ચાહકોને એંદ્રિલા માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. હવે સબ્યસાચીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.