બોલિવૂડ સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં પેરેન્ટ્સ બન્યા છે. આ દરમિયાન, ચાહકો સોશિયલ મીડિયા પર આલિયાની પુત્રીની એક ઝલક માટે આતુર છે. આ સાથે જ કપૂર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દાદી નીતુ કપૂર પણ ખૂબ ખુશ છે. જો કે, અત્યાર સુધી આલિયા અને રણબીરે ચાહકોને પુત્રીની કોઈ તસવીર બતાવી નથી, પરંતુ છોકરીના નામ વિશે એક ખુલાસો થયો છે.

રણબીર અને આલિયા 6 નવેમ્બર, 2022ના રોજ નવા-નવા પેરેન્ટ્સ બન્યા છે. આલિયાએ એક બાળકીને જન્મ આપ્યો, જેનાથી કપૂર અને ભટ્ટ પરિવારમાં ખુશીઓ આવી ગઈ છે. ત્યારથી ફેન્સ આલિયા અને રણબીરની રાજકુમારીનું નામ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ દરમિયાન, આલિયા અને રણબીરની બેબી ગર્લને શોર્ટલિસ્ટ કરવાની બાબત સામે આવી છે, દંપતીએ તેમની રાજકુમારી માટે જે નામ વિચાર્યું છે તે દાદા ઋષિ કપૂર સાથે ખાસ જોડાણ હોવાનું કહેવાઈ રહ્યું છે.

હકીકતમાં, નવીનતમ અહેવાલો કહે છે કે, રણબીર અને આલિયાએ તેમના બાળકનું નામ સ્વર્ગસ્થ અભિનેતા અને બાળકીના દાદા ઋષિ કપૂરના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. બોલિવૂડલાઈફના એક રિપોર્ટ અનુસાર, આલિયા અને રણબીર માતા-પિતાના નામ સાથે જોડીને બાળકનું નામ રાખવાના ટ્રેન્ડને અનુસરવા માંગતા નથી. તેના બદલે, સમગ્ર કપૂર-ભટ્ટ પરિવારની સાથે આ કપલે એક ખાસ નામ શોર્ટલિસ્ટ કર્યું છે.

રણબીર અને આલિયા પીઢ અભિનેતા ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ રૂપે તેમની પુત્રીનું નામ સ્વર્ગસ્થ ઋષિ કપૂરના નામ પર રાખવા માંગે છે. દંપતીના નજીકના સૂત્રએ આ અંગે માહિતી આપી છે. પુત્ર અને પુત્રવધૂના આ નિર્ણય પર દાદી નીતુ કપૂર ભાવુક થઈ ગયા છે. હાલમાં, કપૂર પરિવાર તેમની રાજકુમારીનું નામ દુનિયાની સામે જાહેર કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.