અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ની સફળતા બાદ હવે આ ફિલ્મનો આગામી ભાગ બનવા જઈ રહ્યો છે. જેનું નામ છે Pushpa The Rule’. આ ફિલ્મ ચર્ચામાં છે અને દર્શકો પણ તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સમાચાર મુજબ, ફિલ્મ નિર્દેશક સુકુમાર તેની વાર્તાને આખરી ઓપ આપી રહ્યા છે.

ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર 2022થી શરૂ થશે. ફિલ્મ સાથે જોડાયેલી લેટેસ્ટ માહિતી અનુસાર “Pushpa The Rule” માં સાઉથ એક્ટર મક્કલ સેલ્વન વિજય સેતુપતિની એન્ટ્રી જોવા મળશે અને તે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે. જો રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મમાં વિજય સેતુપતિ એક વરિષ્ઠ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. જોકે, મેકર્સ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

આ ફિલ્મમાં પહેલાથી જ અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના, ફહાદ ફાસિલ, જગદીશ, અજય ઘોષ, સુનીલ અને અનસૂયા જેવા કલાકારોના નામ સામેલ છે. હવે આવી સ્થિતિમાં વિજય સેતુપતિની ફિલ્મમાં એન્ટ્રીના સમાચારથી ચાહકો ખૂબ જ ખુશ છે. જો આ સમાચાર સાચા નીકળશે તો ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા સાતમા આસમાને હશે.