ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની સ્ટાઈલ અને લુક્સના કારણે લાઇમલાઈટમાં રહેતી તારા સુતરિયાને ઘણી સારી અભિનેત્રી માનવામાં આવે છે. બોલિવૂડની આ સુંદર અભિનેત્રી આજે તેના 27 માં જન્મદિવસ ઉજવણી કરી રહી છે. તારા સુતરિયા અભિનયની કૌશલ્યની સાથે અન્ય અનેક ગુણોની માલિક છે. આજે તેના જન્મદિવસ નિમિત્તે ચાલો જાણીએ તારાના તે બધા ગુણો વિશે.

તારા સુતરિયા અભિનયની સાથે ડાન્સમાં પણ સારી નિપુણતા ધરાવે છે. તારા બેલે, મોડર્ન ડાન્સ, ક્લાસિકલ ડાન્સ અને લેટિન અમેરિકન ડાન્સમાં પણ ખૂબ એક્સપર્ટ છે. તારા સુતરિયાએ રોયલ એકેડેમી ઓફ ડાન્સ અને ઈમ્પીરીયલ સોસાયટી ફોર ટીચર્સ ઓફ ડાન્સિંગમાંથી નૃત્યની આ કલાઓની તાલીમ લઇ ચુકી છે.

ખૂબ જ સારી ડાન્સર હોવા છતાં તારા સુતારિયા એક અદભૂત ગાયિકા પણ છે. તારા સાત વર્ષથી ઓછી ઉંમરથી સિંગિંગ કરી રહી છે. તેના અવાજ સાથે, તારા સુતરિયાએ ઘણી શ્રેષ્ઠ ફિલ્મોના ગીતો સાથે ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો અને મ્યુઝિક આલ્બમ્સમાં પણ પોતાનો તેજસ્વી અવાજ દેખાડ્યો છે. તેણે દેશ ઉપરાંત વિદેશમાં પણ અનેક ઉત્તમ રેકોર્ડીંગ કર્યા છે.

તારા સુતરિયાએ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને ત્યાર બાદ તે ‘મરજાવાં’, ‘તડપ’, ‘એક વિલન રિટર્ન્સ’ માં જોવા મળી હતી. ‘એક વિલન રિટર્ન્સ’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ દેખાડ્યો છે. ‘હીરોપંતી 2’. ફિલ્મોની સાથે તારાએ ટીવીની દુનિયામાં પણ કામ કર્યું છે. આ સિવાય આજકાલ તે પોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.