સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની મજબૂત ઓળખ બનાવનાર અભિનેત્રી તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ ‘બબલી બાઉન્સર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં તમન્ના એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે.

બબલી બાઉન્સરના આ ટ્રેલરની શરૂઆત અભિનેતા સૌરભ શુક્લાના વોઈસ ઓવરથી શરૂ થાય છે, જ્યાં તે ફતેહપુર બેરી નામના ગામ વિશે જણાવે છે. તેને બાઉન્સરોના ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામનો દરેક છોકરો જાણે છે કે, શરીર બનાવીને બને છે, તે પણ કુસ્તીબાજોની જેમ. અને આ વાર્તા પણ આવા જ એક કુસ્તીબાજની છે, પરંતુ તે છોકરો નહીં પણ છોકરી છે.

ત્યાર બાદ તમન્ના ભાટિયાની એન્ટ્રી થાય છે, જે ફિલ્મમાં બબલી નામની મહિલા બાઉન્સરની ભૂમિકા ભજવી રહી છે. એન્ટ્રીથી લઈને આખા ટ્રેલરમાં તેનું પાત્ર ખૂબ જ જોરદાર દેખાય છે. શરૂઆતમાં તે માથાના દુખાવાની દવા અને કોન્ડોમ ખરીદતી જોવા મળે છે. પાછળથી, તે બાઉન્સર બનીને લોકોને પટાવે છે. બબલી ભલે છોકરી છે, પણ તેનામાં છોકરીના ગુણો નથી.

ફિલ્મમાં તમન્ના બબલીના રોલમાં છે, જ્યારે સૌરભ શુક્લા તેના પિતાની ભૂમિકામાં છે. આ બંને સિવાય અભિનેતા સાહિલ વૈદ અને અભિષેક બજાજ પણ ફિલ્મમાં છે.

બબલી બાઉન્સરનું ટ્રેલર જોરદાર છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 23 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવા જઈ રહી છે, જ્યાં એક મહિલા બાઉન્સરની વાર્તા જોવા મળશે. જો કે, તમન્ના ભાટિયાએ તેના એક ઇન્ટરવ્યુમાં આ ફિલ્મ વિશે કહ્યું હતું કે આ પહેલી ફિલ્મ હશે જે મહિલા બાઉન્સર પર આધારિત હશે. જ્યારે તેણે તેની વાર્તા સાંભળી, ત્યારે તેને તે ખૂબ ગમ્યું છે.