અજય દેવગણ સ્ટારર ‘દ્રશ્યમ 2’ 18 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મને શરૂઆતના દિવસથી જ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ‘દ્રશ્યમ 2’ સિનેમા હોલમાં શાનદાર કલેક્શન કરી રહી છે. ફિલ્મમાં અક્ષય ખન્ના, તબ્બુ અને શ્રિયા સરન પણ જોરદાર એક્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, ફિલ્મે પોતાની OTT રિલીઝને લઈને પણ ઘણી ઉત્તેજના ઉભી કરી છે. આવો જાણીએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરનાર ‘દ્રશ્યમ 2’ ક્યારે અને ક્યાં ડિજિટલી સ્ટ્રીમ થશે.

‘દ્રશ્યમ 2’ ભરચક પ્રેક્ષકો સાથે થિયેટરોમાં ચાલી રહી છે. અજય દેવગણ, તબ્બુ અને અક્ષય ખન્નાના પાવર-પેક્ડ પર્ફોર્મન્સને જોવા માટે થિયેટરોમાં ઘણી ભીડ જોવા મળે છે. લોકોમાં એ જાણવા માટે ભારે ઉત્તેજના છે કે શું ‘દ્રશ્યમ 2’ માં IG મીરા (તબ્બુ) ના પુત્રનો મૃતદેહ મળ્યો છે? વિજય સાલગાવકર (અજય દેવગણ) અને તેના પરિવારનું શું થાય છે? ‘દ્રશ્યમ 2’ ને દર્શકો અને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ દરમિયાન આ વાત સામે આવી છે કે, ફિલ્મના ડીઝીટલ રાઈટ્સ એમેઝોન પ્રાઈમ વિડીયોએ ખરીદી લીધા છે.

જો તમે ‘દ્રશ્યમ 2’ જોવા માટે અધીરા થઈ રહ્યા છો તો તમારે હવે સિનેમા હોલમાં જવું જોઈએ. જો કે, જો તમે તેના OTT પર આવવાની રાહ જોઈ રહ્યા છો જેથી કરીને તમે આ ફિલ્મને તમારા ઘરોમાં આરામથી માણી શકો, તો જાણી લો કે ફિલ્મની થિયેટરમાં રિલીઝ અને તેના OTT પ્રીમિયર વચ્ચે ઓછામાં ઓછા 6 અઠવાડિયાનું અંતર હશે. આ મુજબ ‘દ્રશ્યમ 2’ ડિસેમ્બર અથવા જાન્યુઆરીની શરૂઆતમાં પ્રાઇમ વીડિયો પર આવશે.