સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ફિલ્મ અંતિમ – ધ ફાઈનલ ટ્રુથ’ શુક્રવારે 26 નવેમ્બરે રિલીઝ થઈ છે. એક્શન, ડ્રામા અને કોમેડીથી ભરપૂર સલમાને આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યું છે. ફિલ્મ અપેક્ષા મુજબ પ્રથમ દિવસે કંઈ ખાસ પર્ફોમ કરી શકી નથી. કલેક્શનની વાત કરીએ તો શરૂઆતમાં ફિલ્મ સ્લો જોવા મળી રહી છે. લાંબા સમયથી થિયેટરોમાં સલમાનની ફિલ્મથી સારી કમાણી થવાની આશા હતી.

સલમાન ખાનની જબરદસ્ત ફેન ફોલોઈંગને ધ્યાનમાં રાખીને, એવું માનવામાં આવતું હતું કે ‘અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ’ સિનેમાઘરોમાં પ્રવેશતાની સાથે જ બોક્સ ઓફિસ પર જોરદાર પર્ફોમ કરશે. આ સંદર્ભમાં થોડી નિરાશા જોવા મળી છે પરંતુ પ્રથમ દિવસ મુજબ કલેક્શન બહુ ખરાબ નહોતું. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, ‘અંતિમે ‘ 4.25 થી 4.50 કરોડનું કલેક્શન કર્યું છે. સલમાન ખાન જે રીતે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે તેની અસર ફિલ્મના બિઝનેસ પર પણ પડી રહી છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ વીકેન્ડમાં સારું કલેક્શન કરી શકે છે.

‘અંતિમ – ધ ફાઈનલ ટ્રુથ’માં સલમાન ખાન પોલીસની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તે પહેલીવાર તેના સાળા આયુષ શર્મા સાથે જોવા મળશે. આયુષે ગેંગસ્ટરનો રોલ કર્યો છે. કોરોના મહામારી બાદ સલમાન ખાનની ફિલ્મ પહેલીવાર સિનેમાઘરોમાં છે. દબંગ ખાનના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ ફિલ્મના શરૂઆતના દિવસે, વિવેચકો તેમજ દર્શકોએ પ્રશંસા કરી હતી, પરંતુ નેટીઝન્સના એક જૂથે સલમાનની ફિલ્મનો બહિષ્કાર કરવાની વાત કરી હતી. ફિલ્મ વિવેચકોએ યોગ્ય સમીક્ષાઓ આપી છે.

સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સલમાનની બહેન અર્પિતાના પતિ આયુષ શર્મા અને ટીવીથી બોલિવૂડમાં એન્ટ્રી લેનાર મહિમા મકવાણાની જોડી જોવા મળે છે. મહેશ માંજરેકરે પોતે સલમાન ખાને દિગ્દર્શન અને નિર્માણ કર્યું છે. આ ફિલ્મ સફળ મરાઠી ફિલ્મ ‘મુલશી પેટર્ન’ની રિમેક છે જેમાં સુપરસ્ટાર સલમાન ખાન એક શીખ કોપની ભૂમિકા ભજવી રહ્યો છે.