Anushka Sharma અને virat kohli સોશ્યિલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે તાજેતરમાં જ તેઓએ કોરોના રોગચાળા સામે લડતા ફ્રન્ટલાઈન વર્કરની પ્રશંસા કરી છે આ મુશ્કેલીથી ભરેલો સમય છે કોરોના વાયરસએ બધાને હેરાન કાયર દીધા છે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘણી ઝડપથી ફેલાય રહી છે. તે ભારતના ફ્રન્ટ લાઇન વર્કર માટે પણ મુશ્કેલ પડકાર બની ગયું છે તેઓ સતત કામ કરી રહ્યા છે જેથી તેઓ જરૂરતમંદોને મદદ કરી શકે.

હવે અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ ફ્રન્ટલાઈન વર્કરના કામની પ્રશંસા કરી છે, સાથે સાથે ફ્રન્ટલાઈન વર્કરના કામ બદલ તેમનો આભાર માન્યો છે. અનુષ્કાએ સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે દરરોજ કોરોના પડકારનો સામનો કરી રહેલા ફ્રન્ટલાઈન વર્કરનો આભાર માની રહી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કા શર્માએ વીડિયો શેર કરતાં લખ્યું કે, ‘હું તે બધા લોકોનો આભાર માનવા માંગુ છું કે જેઓ આપણા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્ક્સ છે. તેમનું સમર્પણ પ્રેરણારૂપ છે. તમે દેશ માટે તમારા જીવનને જોખમમાં નાખી રહ્યા છો. આ માટે અમે તમારો આભારી છીએ. તમે મારા વિરાટ અને દેશ માટે સાચા સૈનિક છો. એક વાર ફરી તમારા બધાનો આભાર.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વિરાટ કોહલીએ પણ આ જ વીડિયો શેર કર્યો છે અને ફ્રન્ટલાઈન કાર્યકરોનો આભાર માન્યો હતો. તેણે લખ્યું છે કે, ‘હું તમારા લોકોનો આભાર માનું છું. બધા ફ્રન્ટલાઈન વર્કર અને આરોગ્ય સંભાળ કાર્યકરો પોતાનો જીવ જોખમમાં મુકીને ઘણાં લોકોને બચાવવા પ્રયાસ કરે છે. અમે તમારા સમર્પણથી અભિભૂત છીએ. હું પણ તે બધા લોકોનો આભાર માનું છું જેઓ આ મુશ્કેલ સમયગાળામાં આગળ આવ્યા અને દાન આપી રહ્યા છે, ભારત તમારા જેવા હીરોનો આભારી છે, જય હિન્દ’ કોરોના મહામારીના આ યુગમાં ફન્ટલાઈન વર્કર્સ એક મુશ્કેલ પડકારની સામનો કર્યો છે.