અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર Virat Kohli પરફેક્ટ કપલ્સમાંથી એક છે. બંનેની એક પ્યારી એક પુત્રી છે, જેનું નામ વામિકા છે. કપલ પોતાની પુત્રી સાથે ખૂબ ક્વોલીટી ટાઈમ પસાર કરે છે. તેમ છતાં બંનેએ પોતાની લાડકીનો ચહેરો છુપાવીને રાખ્યો છે. આ દરમિયાન અનુષ્કા શર્માએ પિતા સાથે રમતી વામિકાની એક ઝલક ચાહકોની સાથે શેર કરી છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલ આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આ તસ્વીરમાં પિતા-પુત્રીની જોડીને દુબઈમાં એક સાથે ક્વોલોટી ટાઈમ પસાર કરી રહ્યા છે. વ્હાઈટ આઉટફીટમાં વામિકા બ્લુનસની વચ્ચે રમતા ખૂબ જ પ્યારી જોવા મળી રહી છે. તેના વાળોમાં બે ચોટી બનાવી રાખવામાં આવી છે. તેમ છતાં આ તસ્વીરમાં વામિકાની માત્ર બેક સાઈડ જ જોવા મળી રહી છે. જ્યારે વિરાટ કોહલી વ્હાઈટ ટી-શર્ટ પહેરી પોતાની પુત્રીને ખૂબ હસાવી રહ્યા છે. આ પોસ્ટના કેપ્શનમાં અનુષ્કાએ જણાવ્યું છે કે, “મારું સંપૂર્ણ દિલ એક ફ્રેમમાં.”

તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી અનુષ્કા શર્મા ઘણા વર્ષો સુધી એક-બીજાને ડેટ કર્યા બાદ વર્ષ ૨૦૧૭ માં લગ્ન કર્યા હતા. તેમને આ વર્ષે જાન્યુઆરીમાં પોતાના પ્રથમ બાળક એટલે વામિકાનું સ્વાગત કર્યું હતું. કપલ પોતાની પુત્રીને હંમેશા મીડિયાની નજરોથી છુપાવી રાખી શકે છે અને ઘણી વખત બંને વામિકાની તસ્વીરો ન ક્લિક કરવાની અપીલ પણ કરી ચુક્યા છે.