ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ જ્યાં પોતાની રમતથી મેદાન પર ચર્ચામાં રહે છે. જ્યારે તેમની વાઈફ અને ગર્લફ્રેન્ડસ પણ ઓછી ચર્ચાઓમાં રહેતી નથી. જી હા, ક્રિકેટ ટુર દરમિયાન વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધીની ફેમીલી ઘણી વખત એક-બીજાની સાથે સમય પસાર કરે છે.

 

આ યાદીમાં આપણા ક્રિકેટર્સની વાઈફ અને ગર્લફ્રેન્ડસની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં અથિયા શેટ્ટીથી લઈને અનુષ્કા શર્મા સુધી જોવા મળી રહી છે. અનુષ્કા શર્મા અહીં વિરાટ કોહલી અને પુત્રી વામીકા વગર પોતાની ગર્લગેંગ સાથે ક્વોલોટી ટાઈમ પસાર કરી રહી છે.

 

તમને જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી આ દિવસોમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર લોકેશ રાહુલને ડેટ કરી રહી છે.

 

આ દરમિયાન આ ગર્લ ગેંગ શાનદાર જમવાની સાથે જ શાનદાર ઇવનિંગ એન્જોય કરતી જોવા મળી રહી છે. આ ઇવનિંગ પાર્ટીની તસ્વીરો અભિનેત્રી અનુષ્કા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે. બતાવવામાં જઈ રહ્યું છે કે, આ પાર્ટી થોડા દિવસો પહેલા કરવામાં આવી છે, જેની તસ્વીરો હવે સામે આવી છે. કદાચ આ કારણ છે કે, અનુષ્કા શર્માએ આ તસ્વીરોની સાથે કેપ્શનમાં ‘થ્રોબેક’ લખીને હાર્ટ શેપની ઈમોજી શેર કરી છે.

 

આ તસ્વીરોમાં તમે અનુષ્કા, અથિયા શેટ્ટીની સાથે રિતિકા સજદેહ, પૃથ્વી અશ્વિન, દીપક ચાહરની મંગેતર જયા ભારદ્વાજ વગેરે જોવા મળી રહ્યા છે.