બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લા દિવસોમાં કામ પર વાપસી કરી ચુકી છે. જ્યારે, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ જ એક્ટીવ જોવા મળી રહી છે. આ દરમિયાન તાજેતરમાં તેમને ચાહકોને સરપ્રાઈઝ આપવા પોતાની પુત્રી વામિકા સાથે ખૂબ જ ફોટોસ શેર કરી છે. આ ફોટોસમાં તે પુત્રી સાથે રમતી જોવા મળી રહી છે. અનુષ્કા શર્માએ આ તસ્વીર દુર્ગા અષ્ટમીની તક પર શેર કરી છે અને પુત્રીને દેવી જેવી શક્તિ મળવાની શુભેચ્છા પાઠવી રહી છે. માતા-પુત્રીની આ તસ્વીરો સામે આવતા જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે.

અનુષ્કા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં પુત્રી વામિકા સાથે તેમની તસ્વીર છે. તસ્વીરમાં અનુષ્કા શર્માના ચેહેરા પર પુત્રી સાથે રમવાની ખુશી જોવા મળી રહી છે. તેમ છતાં વામિકાનો ચહેરો જોવા મળી રહ્યો નથી પરંતુ પાછળથી તેના વાળ જોવા મળી રહ્યા છે. વામિકાએ પિંક રંગની ફ્રોક પહેરી રાખી છે અને માતા સાથે મસ્તી જોવા મળી રહી છે.

આ ફોટો શેર કરતા અનુષ્કા શર્માએ કેપ્શનમાં લખ્યું છે કે, “તમે મને દરરોજ વધુ બહાદુર અને હિંમતવાન બનાવો છો. પ્રિય વામિકા, તમને પોતાનામાં દેવી જેવી શકિત હંમેશા મળે. હેપ્પી અષ્ટમી. બંનેની આ તસ્વીર પર ચાહકોની સાથે-સાથે ઘણી સેલીબ્રીટીઝની પ્રતિક્રિયાઓ મળી રહી છે. બધાને માતા-પુત્રીની બોન્ડિંગ ખૂબ જ સુંદર જોવા મળી રહી છે.