શાહરૂખ ખાનની KKR સિવાય અન્ય ટીમો પણ USA મેજર લીગ ક્રિકેટમાં ટીમો ખરીદશે, આવતા વર્ષે યોજાશે ટૂર્નામેન્ટ

આઈપીએલ બાદ સમગ્ર વિશ્વમાં ટી20 લીગ શરૂ થઈ ગઈ છે. હવે યુએસએ મેજર લીગ ક્રિકેટ (MLC) આવતા વર્ષથી શરૂ થશે. IPL ફ્રેન્ચાઇઝી પણ યુએસએની આ લીગમાં ટીમો ખરીદવાનું વિચારી રહી છે. આ લીગ માટે શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલાથી જ રોકાણ કરી ચૂકી છે. આ લીગમાં વિશ્વભરના તમામ ક્રિકેટર્સ યુએસએમાં રમતા જોવા મળશે.
આ લીગ આવતા વર્ષથી શરૂ થવાની છે. લીગની પ્રથમ મેચ 13 જુલાઈ, 2023 ના રોજ રમાશે. તે ગ્રાન્ડ પીરી સ્ટેડિયમ ખાતે યોજાશે. આ સિઝનમાં 19 મેચ રમાશે, જેમાં 18 દિવસનો સમય લાગશે. તે જ સમયે, મેજર લીગ ક્રિકેટની ફાઈનલ મેચ 30 જુલાઈ, 2023 ના રોજ રમાશે.
આ લીગમાં કુલ 6 ટીમોનો સમાવેશ કરવામાં આવશે. જેમાં ડલાસ, સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ, વોશિંગ્ટન ડીસી, સિએટલ અને ન્યૂયોર્કનો સમાવેશ થશે. આ ટીમોના માલિકી હક્ક કોની પાસે છે તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. ક્રિકબઝના અહેવાલ મુજબ, ઘણી આઈપીએલ ફ્રેન્ચાઈઝી આ ફ્રેન્ચાઈઝીના અધિકારો હસ્તગત કરવામાં રસ ધરાવે છે. 2023 ની શરૂઆત સુધીમાં તમામ ટીમોના માલિકોની જાહેરાત થઈ શકે છે.
ટેક્સાસ એરહોગ્સના ભૂતપૂર્વ ઘર ગ્રાન્ડ પ્રેઇરી સ્ટેડિયમને બે કરોડ ડોલરની ખર્ચથી ક્રિકેટ માટે રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે.
KRG મેજર લીગ ક્રિકેટ (MLC) એ સ્થાપક રોકાણકાર છે. નાઈટ રાઈડર્સ ગ્રુપ લીગની શરૂઆત પર MLC સાથે કામ કરી રહ્યું છે. નાઈટ રાઈડર્સ ગ્રુપ આઈપીએલમાં KKR અને કેરેબિયન પ્રીમિયર લીગમાં ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ ધરાવે છે. T20 ક્રિકેટમાં નાઈટ રાઈડર્સ ગ્રુપ એક સફળ બ્રાન્ડ છે.