બિગ બોસ 16 હવે ડ્રામા અને મનોરંજનથી ભરપૂર બની રહ્યું છે. સમગ્ર અઠવાડિયાના ઉથલ-પાથલ બાદ હવે શુક્રવારના વારમાં સલમાન ખાન કન્ટેસ્ટન્ટનો ક્લાસ લેતા જોવા મળી શકે છે. આ દરમિયાન શુક્રવારના વારનો પ્રોમો સામે આવ્યો છે જેમાં સલમાન ખાન અર્ચના અને ગૌતમનો ક્લાસ લેતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં એક એપિસોડમાં અર્ચનાએ શોના મેકર્સ પર તેનો સામાન ચોરવાનો આરોપ લગાવ્યો હતો.

અર્ચનાએ જણાવ્યું હતું કે, જ્યારે તે બિગ બોસના ઘરમાં પ્રવેશી રહી હતી ત્યારે તેની પાસે ચાર બેગ હતી પરંતુ તે વસ્તુઓ તેની સાથે ઘરની અંદર મોકલવામાં આવી ન હતી. સામાન ન મળવાથી અર્ચના એટલી નારાજ થઈ ગઈ કે તેણે કેમેરા સામે જ કહી દીધું કે હવે તે શોમાં હંગામો મચાવશે.

અર્ચનાએ બિગ બોસ પર તેનો સામાન ચોરવાનો આરોપ લગાવ્યો, જેના કારણે સલમાન ગુસ્સામાં આવી ગયો અને તેણે અર્ચનાને યોગ્ય જવાબ આપ્યો અને કહ્યું, અર્ચના, મને ખબર નથી કે તું કોની સાથે બેસે છે, પણ અમે એવા લોકો નથી કે જેઓ તારો સામાન ચોરી કરી લઈએ. આ સાંભળીને અર્ચનાના ચહેરાનો રંગ ઊડી ગયો અને તે ધ્રૂજી ઊઠી હતી.

અર્ચના પછી, શાલીન ભનોટનો વારો આવ્યો જેણે બિગ બોસમાંથી વધુ ચિકન મોકલવાની માંગણી કરી. સલમાને કહ્યું, શાલીન તમારું ચિકન ચિકન ચિકન એટલી વધી ગુ છે કે, ટાસ્ક કરતા પહેલાં રાત્રે સૂતા પહેલા, બિગ બોસ આ બધું કેમ મોકલી રહ્યા નથી. હું કહું છું કે આ બધું પણ બંધ થવું જોઈએ. તમારું ધ્યાન ટ્રોફી પર હોવું જોઈએ, ચિકન પર નહીં અને હસવું નહીં. આ ખૂબ જ ઇરિટેટિંગ છે.