બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર અને અભનેત્રી પરિણીતી ચોપરા એ ઘણી ફિલ્મો માં સાથે કામ કર્યું છે જેમાં ‘સંદીપ ઔર પીન્કી ફરાર’, ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ અને ‘ઈશ્કજાદે’ જેવી ફિલ્મ સામેલ છે હવે તે પોતાની નવી ફિલ્મ ની શૂટિંગ શરુ કરવા જઈ રહ્યા છે ત્યારે તે પરિણીતી ચોપરાને મિસ કરી રહ્યા છે.

અર્જુન ની આગામી ફિલ્મ મુદસ્સર અજીજની સાથે છે જેના માટે તે દુબઈ રવાના થઇ ગયા છે. તેમને પોતાની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પાસપોર્ટ-ટીકીટની તસ્વીર શેર કરતા તેની જાણકારી આપી છે. જ્યારે ફ્લાઈટમાં પોતાની મુવી-સ્કીર્ણ ઝલક દેખાડતા જણાવ્યું છે કે, જુઓ અહીં મારી કોની સાથે મુલાકાત થઈ. વાસ્તવમાં, સ્ક્રીન પર પરિણીતી સાથે તેમની ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’ સ્ટ્રીમ થઈ રહી હતી. એવામાં અભિનેતાને તેમની યાદ આવી તે સ્વાભાવિક છે. બંને વચ્ચે ઘણો સારો બોન્ડીંગ છે અને બંનેની ઓનસ્ક્રીન જોડી પણ હીટ છે. ‘ઈશ્કજાદે’ માં બંનેને લોકો ખુબ પસંદ પણ કર્યા હતા.

અર્જુન હવે તેની આગામી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જો કે આ અંગે વધુ માહિતી સામે આવી નથી. આ એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની હિરોઈન પણ ભૂમિ પેડનેકર હશે. અગાઉ અર્જુન તેની સાથે ‘ધ લેડી કિલર’નું શૂટિંગ કરી ચૂક્યો છે. જોકે આ ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ નથી. મુદસ્સરની ફિલ્મ માટે રકુલ પ્રીત સિંહના નામની પણ ચર્ચા છે.