Radhe Your Most Wanted Bhai Trailer Out : બોલીવુડના સુપરસ્તર સલમાન ખાનની ફિલ્મ ‘રાંધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. જે ચાહકોની વચ્ચે ખૂબ ધમાલ મચાવી રહ્યું છે. ભાઈજાનની ‘રાધે’ નું ટ્રેલર સામે આવતા જ યુટ્યુબ પર ટોપ ટ્રેન્ડમાં છવાઈ ગયું છે. સલમાન ખાનની આ ફિલ્મ ભારતની એવી પ્રથમ ફિલ્મ બનવાની છે જે એક સાથે મલ્ટી પ્લેટફોર્મ્સ પર રીલીઝ થશે.
આ ફિલ્મમાં સલમાન ખાન સિવાય દિશા પટણી પણ મુખ્ય ભૂમિકામાં છે. જે ફિલ્મમાં તેમના લેડી લવની ભૂમિકા નિભાવતી જોવા મળશે. જ્યારે રણદીપ હુડ્ડા પણ આ ફિલ્મમાં શાનદાર અવતારમાં જોવા મળવાના છે. ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ઇદના અવસરે એટલે કે 13 મેના રોજ વિવિધ પ્લેટફોર્મ્સ દ્વારા રીલીઝ કરવામાં આવશે.

આ પહેલા સલમાન ખાને બેક ટુ બેક ફિલ્મથી રિલેટેડ પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમને પોતાની ફિલ્મના ટ્રેલરને લઈને જાહેરાત કરી હતી. તાજેતરનું પોસ્ટ શેર કરતા સલમાન ખાને પોતાના ચાહકોને જણાવ્યું છે કે, આજે ૧૧ વાગે તેમની ફિલ્મનું ટ્રેલર આવવાનું છે. સલમાન ખાને પોતાના પોસ્ટમાં લખ્યું હતું કે, “આવી રહ્યો છુ, યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ. રાધે ટ્રેલરની સાથે ૧૧ am પર.