બોલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તે પોતાના અંગત જીવનને લઈને ચર્ચાનો ભાગ બની રહે છે. અહેવાલો અનુસાર, અથિયા ટૂંક સમયમાં બોયફ્રેન્ડ લોકેશ રાહુલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. બંનેની તસ્વીરો વાયરલ થતી રહે છે. આ વખતે આથિયાએ બોયફ્રેન્ડ લોકેશ રાહુલ સાથેનો રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. અથિયા અને લોકેશ રાહુલની આ તસ્વીર વાયરલ થઈ ગઈ છે.

અથિયાએ ઇન્સ્ટાગ્રામ પર લોકેશ રાહુલ સાથે પોલરોઇડ ફોટો શેર કર્યો છે, જેમાં બંને હસતાં જોવા મળી રહ્યા છે. તસ્વીરમાં અથિયાએ ગ્રીન શર્ટ અને રાહુલ વ્હાઇટ ટી-શર્ટ પહેરેલી જોવા મળી રહી છે.

આથિયાએ લોકેશ રાહુલની સાથે તસ્વીરો શેર કરતા જણાવ્યું છે કે, ફેવરેટ વન. તેની સાથે મંકી ઇમોજી પણ પોસ્ટ કરી છે. અથિયાની આ પોસ્ટ પર સેલેબ્સની સાથે ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું – ક્યુટી. જ્યારે માલવિકા મોહને હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી.

લોકેશ અને અથિયા શેટ્ટીએ ગયા વર્ષે તેમના સંબંધોને સત્તાવાર જાહેર કરી દીધા હતા. લોકેશ રાહુલે અથિયાના જન્મદિવસ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. ત્યાર બાદ અહાન શેટ્ટીની ફિલ્મ તડપના સ્ક્રીનિંગમાં બંને પ્રથમ વખત સાથે જોવા મળ્યા હતા.

આથિયા અને લોકેશ રાહુલના લગ્નના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા. તેના પર તાજેતરમાં અથિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે પોતાની સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે, મને આશા છે કે ત્રણ મહિના પછી જે લગ્ન થવા જઈ રહ્યા છે તેમાં મને આમંત્રણ આપવામાં આવશે.