ફેન્સ હોલીવુડની ફિલ્મ ‘Avatar 2’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ ટિકિટનું વેચાણ પણ વધી રહ્યું છે. જ્યારે જેમ્સ કેમરૂનની ફિલ્મ સંબંધિત પ્રથમ એડવાન્સ બુકિંગ રિપોર્ટ સામે આવ્યો ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે, ખાલી ભારતમાં 2 લાખથી વધુ ટિકિટ વેચાઈ છે. આ પછી, બીજા અહેવાલમાં, ટિકિટનું એડવાન્સ બુકિંગ 4 લાખને પાર કરી ગયું હતું. હવે આ ફિલ્મનો નવો એડવાન્સ બુકિંગ રિપોર્ટ આવી ગયો છે. તો આવો જાણીએ અત્યાર સુધી ભારતમાં ફિલ્મની કેટલી ટિકિટો વેચાઈ છે.

જ્યાં એક તરફ બોલિવૂડની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે, તો બીજી તરફ ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ એ રિલીઝ પહેલા જ આટલી કમાણી કરીને બોલિવૂડની ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ દરમિયાન હવે ફિલ્મના એડવાન્સ બુકિંગનો નવો રિપોર્ટ સામે આવ્યો છે. તે મુજબ, ફિલ્મે તેની રિલીઝના એક દિવસ પહેલા સુધી ભારતમાં 5,49,774 ટિકિટ વેચી દીધી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે હવે આ આંકડો વધુ વધી શકે છે. જેમ્સ કેમરૂનની ફિલ્મ અવતાર 2નું આ એડવાન્સ બુકિંગ જોયા બાદ ફેન્સની સાથે મેકર્સ પણ ખુબ ખુશ દેખાઈ રહ્યા છે. અવતાર 2ની આ કમાણી વિશે મનોરંજન જગતમાં ઘણી ચર્ચા થઈ રહી છે.

અવતાર 2 આવતીકાલે એટલે કે 16 મી ડિસેમ્બરે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું, જેમાં અક્ષય કુમાર, કાર્તિક આર્યન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. અવતાર 2 જોયા બાદ આ સ્ટાર્સે પણ ફિલ્મના વખાણ કર્યા હતા. જેમ્સ કેમરનની ફિલ્મ અવતાર 2 વિશે તમારો શું અભિપ્રાય છે, અમને કોમેન્ટ કરીને જણાવો. શું તમે પણ આ ફિલ્મની ટિકિટ બુક કરાવી છે કે નહીં?