બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું છે. તમને જણાવી દઈએ કે, પહેલા સમાચાર આવ્યા હતા કે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ 29 જૂન, 2023ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલાએ એકતા કપૂરને આ ફિલ્મની રિલીઝ ડેટ વધારવા માટે કહ્યું છે, કારણ કે તેમની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ પણ 29 જૂન, 2023ના રોજ રિલીઝ થવાની છે, જેના કારણે ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવશે. તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ એકતા કપૂરની કંપની બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી રહી છે અને હવે આ ફિલ્મ આવતા વર્ષે 7 જુલાઈ, 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. રાજ શાંડિલ્ય આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં આયુષ્માન, અનન્યા ઉપરાંત અન્નુ કપૂર, પરેશ રાવલ, સીમા પાહવા, વિજય રાજ અને રાજપાલ યાદવ જેવા સ્ટાર્સ સાથે જોવા મળશે.

અભિનેતા આયુષ્માન ખુરાના કહે છે કે, ‘બાલાજી સાથે આ મારી બીજી ફિલ્મ છે. હું એકતા કપૂરનો આભારી છું કે, તે આ ફિલ્મનો પાર્ટ-2 બનાવી રહી છે. આયુષ્માન કહે છે કે ‘ડિરેક્ટર રાજ હવે મિત્ર જેવો છે. તેની સાથે ફરીથી કામ કરવાની તક મળી રહી છે. હું આ અંગે ખૂબ જ ખુશ છું’.

આયુષ્માન 2019ની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં પણ લીડ રોલમાં હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સફળ રહી હતી. અભિનેતાએ કહ્યું કે તે જાણવા માટે ઉત્સુક છે કે ફિલ્મના બીજા ભાગને દર્શકો કેવી પ્રતિક્રિયા આપે છે.