બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને સુનીલ શેટ્ટીની દીકરી ક્રિકેટર લોકેશ રાહુલ તેમના લગ્નના સમાચારને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. ચાહકો બંનેને એકસાથે પસંદ કરે છે અને હવે ચાહકો આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ સુનીલ શેટ્ટીએ પણ દીકરી અથિયાના લગ્ન વિશે કહ્યું હતું કે તે જલ્દી જ થશે. આવી સ્થિતિમાં હવે લગ્નને લઈને વધુ એક અપડેટ પણ સામે આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અથિયા અને લોકેશ રાહુલના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ બંનેના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા બંગલામાં થશે. બીજી બાજુ, અહેવાલો અનુસાર, અથિયા અને લોકેશ રાહુલના લગ્નના આઉટફિટ પણ ફાઈનલ થઈ ગયા છે.

સુનીલ શેટ્ટીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, બાળકો જે ઈચ્છે તે થશે, રાહુલનું શેડ્યુલ છે. એશિયા કપ અને વર્લ્ડ કપના કારણે તે વ્યસ્ત છે. હાલમાં એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ કપલ વર્ષ 2023 માં લગ્ન કરી શકે છે. અત્યાર સુધી, તેની સત્તાવાર રીતે કોઈ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી અને લગ્ન માટે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવી નથી.

લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ કપલે વર્ષ 2021 માં તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. આથિયા શેટ્ટીએ લોકેશ રાહુલ સાથે ડેબ્યૂ ફિલ્મ ‘તડપ’ ના પ્રીમિયરમાં એન્ટ્રી કરી હતી. તે સમયે બધાની નજર આ જોડી પર રહેલી હતી.