નેશનલ એવોર્ડ વિનર અભિનેત્રી સુરેખા સીકરીનું મુંબઈમાં અવસાન થઈ ગયું છે. અભિનેત્રી ઘણા સમયથી બીમાર ચાલી રહી હતી. ૨૦૨૦ માં સુરેખા બ્રેન સ્ટ્રોકની શિકાર થઈ ગઈ હતી. રિપોર્ટ્સ મુજબ, અભિનેત્રીનું અવસાન આજે સવારે હાર્ટએટેકના કારણે થયું છે. તે બીજા બ્રેન સ્ટ્રોકના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે, સુરેખાએ થિયેટર, ફિલ્મ અને ટીવીમાં ખૂબ કામ કર્યું છે. તેમને વર્ષ ૧૯૭૮ માં પોલીટીક્સ ડ્રામા ફિલ્મ કિસ્સા કુર્સીથી ડેબ્યુ કર્યું હતું. સુરેખા ત્યાર બાદ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. એટલું જ નહીં સુરેખાને સપોર્ટીંગ અભિનેત્રી માટે ૩ વખત નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યા છે.

સુરેખા સીકરીના અવસાનની જાણકારી તેમના મેનેજરે આપી દીધી છે. મેનેજરે મીડિયાને જાણકારી આપી છે કે, દુઃખનો વિષય છે કે, સુરેખા જી રહ્યા નથી. ૭૫ વર્ષની ઉમરમાં આજે સવારે તેમનું અવસાન થઈ ગયું છે. બીજા બ્રેન સ્ટ્રોક બાદ તે ઘણા મુશ્કેલીમાં હતા.