છેલ્લા થોડા સમયથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘રામ સેતુ’ સિનેમા હોલમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. પરંતુ હવે અક્ષય કુમારના ફેન્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ OTT નહીં પરંતુ સિનેમા હોલમાં જ રિલીઝ થશે.

કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અક્ષયની તાજેતરની ફિલ્મો ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ‘બચ્ચન પાંડે’ના નબળા પ્રદર્શનને કારણે આવું થયું હતું. જોકે, હવે ‘રામ સેતુ’ના નિર્માતા વિક્રમ મલ્હોત્રાએ આ તમામ અહેવાલોને ખોટા સાબિત કરી દીધા છે. ‘રામ સેતુ’માં જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા પણ છે. અભિષેક શર્મા દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં અક્ષય પુરાતત્વવિદ્ તરીકે ભૂમિકા ભજવે છે જે રામાયણમાં ઉલ્લેખિત ભારત અને શ્રીલંકા વચ્ચેના પુલ રામ સેતુ પાછળના રહસ્યની તપાસ કરે છે. આ ફિલ્મ દિવાળીની આસપાસ 24 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

આ અંગે ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે શુક્રવારે ટ્વીટ કર્યું અને કહ્યું કે ફિલ્મના નિર્માતા વિક્રમ મલ્હોત્રાએ સ્પષ્ટતા કર્યું છે કે, આ ફિલ્મ થિયેટરોમાં જ રિલીઝ થશે. તરનના ટ્વિટમાં લખ્યું હતું કે, “રામ સેતુ: થીયેટરોમાં રીલીઝ થશે. તે ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થશે નહીં. તેના લીધે એક વાત સ્પષ્ટ છે કે, હવે આ ફિલ્મ લોકો થીયેટરમાં જોશે.