શાહરૂખ ખાન ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. ચાહકો તેને સ્ક્રીન પર જોવા માટે આતુર છે. આ દરમિયાન શાહરૂખે એક મોટા સારા સમાચાર આપી દીધા છે. એવા સમયે જ્યારે બોલિવૂડના મોટા કલાકારો OTT પર કામ કરતા જોવા મળે છે, ત્યારે કિંગ ખાને પોતાની સ્ટાઈલમાં OTT એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરી છે જેમાં તેની તસ્વીર છે.

તે દરમિયાન ‘SRK+ Coming Soon’ શાહરૂખે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કુછ કુછ થવાનું હૈ, OTT કી દુનિયા મેં’. તેમ છતાં અભિનેતાએ તેની પોસ્ટ સાથે સ્પષ્ટપણે કંઈ નથી લખ્યું, સલમાને અભિનંદન પાઠવતા આ રહસ્યમય પડદો દૂર કર્યો છે.

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ OTT એપ માટે શાહરૂખ ખાન સાથે સહયોગ કરી રહ્યા છે. તેમણે લખ્યું છે કે, ‘સપનું સાચું થયું શાહરૂખ ખાનની સાથે પોતાની નવી ઓટીટી એપ, SRK+ પર સહયોગ કરતા થયું.”

કરણ જોહરે શાહરૂખ ખાનને અભિનંદન આપતા જણાવ્યું છે કે, “વર્ષના સૌથી મોટા સમાચાર શાહરૂખ, આ OTT નો ચહેરો બદલવા જઈ રહ્યો છે. ખુબ ઉત્સાહી.

શાહરૂખ ખાન ટૂંક સમયમાં OTT એપ લોન્ચ કરવાની જાહેરાત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SRK+ એપ ડિઝની+ હોટસ્ટાર સાથેના સહયોગનું વિસ્તરણ છે.