બિગ બોસ 15 માં સ્પર્ધકોની રમત ટોપ પર પહોંચી ગઈ છે અને હવે કેપ્ટન્સી ટાસ્ક બાદ ઘરના કેપ્ટન પણ બદલાઈ ગયા છે. શમિતા શેટ્ટી ઘરની નવી કેપ્ટન બની છે. તમને જણાવી દઈએ કે અત્યારે બિગ બોસના ઘરમાં ચાર સ્પર્ધકો પાસે ‘ટિકિટ ટુ ફિનાલે’ છે અને તે VIP સ્ટાર્સ પણ છે. આ વખતે કેપ્ટન્સી ટાસ્કમાં કેપ્ટન બનાવવાની જવાબદારી નોન-વીઆઈપી સભ્યોના હાથમાં હતી. બિગ બોસનું આ ટાસ્ક પણ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, બીગ બોસ ૧૫ ના ઘરમાં તેમ છતાં અભિજીત બિચુકલે, નિશાંત ભટ, પ્રતિક સહજપાલ, રશ્મિ દેસાઈ અને દેવોલિના ભટ્ટાચાર્ય હાલ નોન-વીઆઈપી સભ્યો છે. કેપ્ટનશિપ ટાસ્કમાં, બિગ બોસે આ જાહેરાત કરી છે કે, નોન વીઆઈપી સ્પર્ધકોને ઝોમ્બી બનીને હોર્ન વાગવા પર કોઈ વીઆઈપીના નામ પર હથોડો મારી તેમને કેપ્ટનશીપથી રેસથી બહાર કરવાનું રહેશે.

શોમાં સૌથી પહેલા નિશાંત ભટ હોર્ન વાગવા પર ગયા અને રાખી સાવંતને કેપ્ટનશિપની રેસમાંથી બહાર ફેંકી દીધી હતી. તેણે રાખી સાવંત પાસેથી નોમિનેશનનો બદલો લીધો હતો. ત્યાર બાદ દેવોલિના ભટ્ટાચાર્ય આગળ આવ્યા અને તેજસ્વી પ્રકાશને કાર્યમાંથી બહાર કરી દીધી હતી. દેવોલિના બાદ પ્રતીક સહજપાલે કરણ કુન્દ્રાને કેપ્ટનશિપની રેસમાંથી બહાર કરી દીધા હતા. આ રીતે સુકાનીપદની રેસમાં સામેલ તમામ સભ્યોને બહાર કાઢવામાં આવ્યા બાદ શમિતા શેટ્ટી ઘરની કેપ્ટન બની ગઈ હતી.