બિગ બોસ 16 : સૌંદર્યાએ નિમ્રિતને કહ્યું ઘરની સૌથી અસ્વચ્છ, પ્રિયંકાને કહ્યું- ‘માઈક બંધ કરીને કંઈક કહીશ’

લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ એક ફુલ ઓન ડ્રામાથી ભરપૂર શો છે, જ્યાં પ્રેમ, મિત્રતા, ઝઘડા, દુશ્મની બધું જ જોવા મળે છે. આ બધું તેની 16મી સીઝનમાં પણ જોવા મળી રહ્યું છે. આ શોમાં અત્યાર સુધી ઘણા મિત્રો બન્યા છે અને બીજા અલગ પણ રહ્યા છે. સ્પર્ધકો વચ્ચે મિત્રતા હજુ સ્પષ્ટ નથી, પરંતુ દુશ્મનાવટ સ્પષ્ટ દેખાઈ રહી છે. નિમ્રિત કૌર આહલુવાલિયા અને સૌંદર્યા શર્મા વચ્ચે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે.
નિમ્રિત અને સૌંદર્યા શરૂઆતમાં સારા મિત્રો હતા, પરંતુ બાદમાં તેમની વચ્ચે ખૂબ ઘર્ષણ થયું હતું. વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે, બંને એકબીજાને બિલકુલ પસંદ કરતા નથી. પ્રિયંકા ચહર સાથેની વાતચીતમાં તેણે નિમ્રિતને સૌથી Unhygienic ગણાવી હતી. ખરેખર, પ્રિયંકા અને સૌંદર્યા Unhygienic વિશે વાત કરી રહ્યા હતા. પ્રિયંકાએ ટીનાને અ ગણાવી હતી. તેના પર સૌંદર્યાએ જણાવ્યું છે કે, “હું તમને કહીશ કે, સૌથી વધુ Unhygienic કોણ છે. તે ખૂબ જ Unhygienic છે.
સૌંદર્યા શર્માની આ વાત સાંભળીને પ્રિયંકાએ તરત જ તેનું નામ પૂછ્યું, જેના પર સૌંદર્યાએ નિમ્રિતનું નામ લીધું હતું. કારણ પૂછવા પર સૌંદર્યા કહે છે કે, તે માઈક ઉતાર્યા પછી કંઈક કહેશે. નિમૃત પછી પ્રિયંકા ટીના પર નિશાન સાધે છે અને કહે છે, “શ્રીજીતાએ ટીના વિશેમાં જણાવ્યું હતું કે, તે કેવી ગંદી હરકતો કરે છે તે સેટ પર પણ આવું જ કરતી હતી. સૌંદર્યાએ જણાવ્યું છે કે, “શ્રીજીતા એકદમ સાચી હતી.”