સલમાન ખાનના વિવાદાસ્પદ શો બિગ બોસની સારી ફેન ફોલોઈંગ જોવા મળે છે. હવે આ શોની નવી સીઝન વિશે વિવિધ પ્રકારના સમાચાર આવી રહ્યા છે, જેને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ 16 નું પ્રી-પ્રોડક્શન સ્ટેજ અત્યારે ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં શોના નિર્માતાઓ ઘરના નિર્માણનું કામ પણ શરૂ કરશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ શો સંબંધિત નવીનતમ અપડેટ્સ વિશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સે હવે શોમાં આવવા માટે સેલેબ્સને આમંત્રણ મોકલવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં, એવું કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે શો માટે સ્પર્ધકોની પૂરજોશમાં શોધ કરવામાં આવી રહી છે. હવે આ શો સાથે સંબંધિત પ્રોમો જોવા માટે દરેક લોકો આતુર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં સલમાન ખાન આ શોના પ્રોમો માટે શૂટિંગ કરશે. જો તમે બિગ બોસ વિશેના આ સમાચાર પર વિશ્વાસ કરો છો તો જલ્દી જ ટૂંક સમયમાં ચાહકોની રાહનો અંત આવવાનો છે. માત્ર બિગ બોસ 16 વિશે જ નહીં પરંતુ બિગ બોસ OTT વિશે પણ ઘણી ચર્ચા થઈ રહી છે.

જો રિપોર્ટ્સનું માનીએ તો આ વર્ષે કરણ જોહર બિગ બોસ ઓટીટીની બીજી સીઝન હોસ્ટ કરશે નહીં, એટલું જ નહીં પરંતુ આ વર્ષે શોનું પ્રીમિયર પણ નહીં થાય. તેના બદલે, દર્શકોએ આવતા વર્ષની રાહ જોવી પડશે, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે, બિગ બોસ OTT 2 નું શૂટિંગ આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચમાં શરૂ થશે. અગાઉ એવું સાંભળવામાં આવ્યું હતું કે. મેકર્સ ઓગસ્ટમાં જ બિગ બોસ ઓટીટી પર કામ શરૂ કરશે. પરંતુ લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે બિગ બોસ ઓટીટી પર રોક લગાવી દેવામાં આવી છે.