આર્યન ખાન(AryanKhan)ને બોમ્બે હાઈકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. આર્યન ખાનની ડ્રગ્સ કેસ(AryanKhanDrugsCase) માં ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હવે તેમને જામીન મળી ગયા છે.

બોમ્બે હાઈકોર્ટે(BombeyHighCourt) અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, મોડલ મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને મોટી રાહત આપવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં ત્રણેયને આજે કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુનાવણી દરમિયાન NCBના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જામીનનો જોરદાર વિરોધ કર્યો હતો. એનસીબીએ જણાવ્યું છે કે, આર્યન લગભગ બે વર્ષથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે અને તે ષડયંત્રનો ભાગ છે. તેને ક્રુઝ પર ડ્રગ્સથી જાણકારી હતી. આર્યનને જામીન આપી શકાય નહીં.

કોર્ટે પૂછ્યું કે, આર્યન પર ડ્રગ્સ વેપારના આરોપનો આધાર શું છે.? આ સવાલ પર એનસીબીએ જણાવ્યું કે, આર્યનના વ્હોટ્સએપ ચેટથી વાત સામે આવી છે.

એનસીબીના દાવા પર આર્યન ખાન તરફથી લડનાર વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે, એનસીબીને ષડયંત્રના પુરાવા આપવા જોઈએ. આર્યનને ખબર નહોતી કે તેના મિત્રને ડ્રગ્સ છે. આર્યન ખાને કોઈ કાવતરું નથી કર્યું.

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી..ત્યારબાદ આ કેસને લઈને અનેક નવા-નવા ખુલાસો સામે આવતા રહે છે. એનસીબીએ જણાવ્યું હતું કે, આર્યન કોડવર્ડમાં ચેટીંગ કરતા હતા અને તે ડીકોક કરવા માટે તેમની કસ્ટડી જરૂરી છે. ઘટના ચેટ્સ દર્શાવે છે કે, તેમના ડીલર્સના સાથે કનેક્શન છે. ચેટથી સ્પષ્ટ છે કે, આ એક નેક્સસ છે અને ઈન્ટરનેશનલ ટ્રાજેકશન પણ થયા છે. આરોપીઓએ ડ્રગ્સ પેડલરથી ડીલ કરવા માટે કોર્ડવર્ડનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ અનેક વખત કોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્યારે આજે આખરે કોર્ટમાં જામીન મળ્યા છે.

ગુપ્ત માહિતીના આધારે એનસીબીની ટીમે તેના પ્રાદેશિક ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠળ ગોવા જતી કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા હતા અને કેટલાક મુસાફરો પાસેથી માદક પદાર્થો જપ્ત કર્યા હતા. દરોડામાં 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ એમડી (મેફોડ્રોન), 21 ગ્રામ ચરસ અને 22 એક્સ્ટસીની ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

ક્રૂઝ કંપનીએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો આ ઘટના સાથે કોઈ સંબંધ નથી. જર્જેન બેલોમ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને વોટરવેઝ લેઝર ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડના પ્રમુખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કોર્ડેલિયા ક્રૂઝનો આ ઘટના સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ નથી. કોર્ડેલિયા ક્રૂઝે પોતાનું જહાજ ખાનગી ઇવેન્ટ માટે દિલ્હી સ્થિત એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને ભાડે આપ્યું હતું..