નેટફ્લિક્સ વેબ સિરીઝ મિર્ઝાપુરમાં મુન્ના ભૈયાના બેસ્ટ ફ્રેન્ડ ‘લલિત’ની ભૂમિકા ભજવનાર બ્રહ્મા મિશ્રાનું દુ:ખદ નિધન થયું હોવાનું સામે આવ્યું છે. દિવ્યેન્દુ શર્મા દ્વારા પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી આ દુઃખદ સમાચાર શેર કરવામ આવ્યા છે. આ દુઃખદ સમાચાર સાંભળ્યા બાદ બ્રહ્મ મિશ્રા ઉર્ફે લલિતના ચાહકોમાં શોકની લહેર છવાઈ ગઈ છે. અચાનક દિવ્યેન્દુએ પોતાની સાથે બ્રહ્મા મિશ્રાનો ફોટો શેર કરેલ છે અને જણાવ્યું છે કે ‘અવર લલિત ઈઝ નો મોર’ એટલે કે અમારો લલિત હવે રહ્યો નથી.

દિવ્યેન્દુએ દ્વારા ઈન્સ્ટાગ્રામમાં લલિતના મૃત્યુના સમાચાર પોસ્ટ શેર કરવામાં આવતા બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા પહેલા તો એવું લાગ્યું કે કદાચ દિવ્યેન્દુ શર્મા મજાક કરી રહ્યો છે, પરંતુ બાદમાં હજારો કોમેન્ટ્સ બાદ પણ તેણે કોઈને જવાબ આપ્યો નહોતો. ત્યાર બાદ એવું લાગ્યું કે સત્યમાં બ્રહ્મા મિશ્રા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે.

દિવેન્દુ શર્માએ સૌથી પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્રહ્મા મિશ્રાના મૃત્યુના સમાચાર શેર કર્યા પરંતુ બ્રહ્મા મિશ્રાનું મૃત્યુ કેવી રીતે થયું તે જણાવ્યું નથી. તમને યાદ હશે કે બ્રહ્મ મિશ્રાએ મિર્ઝાપુર વેબ શોમાં લલિત નામના છોકરાનું પાત્ર ભજવ્યું હતું જે કાલીન ભૈયાના પુત્ર મુન્ના ભૈયાનો નજીકનો મિત્ર રહેલ હતો. મિર્ઝાપુરની બીજી સિઝનમાં લલિતના નામે ઘણા મીમ્સ પણ બન્યા હતા. બ્રહ્મા મિશ્રાનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. દિવ્યેન્દુએ RIP લખીને માત્ર પોતાનો ફોટોસ શેર કર્યો છે.

અક્ષય કુમારની કેસરીમાં બ્રહ્મા મિશ્રાએ એક અફઘાનીની ભૂમિકાનું પણ પાત્ર ભજવ્યું હતું. જે માંઝી, બદ્રીનાથ કી દુલ્હનિયા, હસીન દુલ્હનિયા, મિર્ઝાપુર, ચોર ચોર સુપર ચોર જેવી ફિલ્મોમાં કામ કરવા સિવાય ઈજાગ્રસ્ત સૈનિકોને પાણી આપવાનું કામ કરતા દેખાયા હતા.