બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ એ બોક્સ ઓફિસ પર ફરી તહલકો મચાવી દીધો છે. અયાન મુખર્જીની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રના ઓપનિંગ વીકએન્ડ ધમાકેદાર હોવા સાથે સોમવારનો દિવસ પણ સારો રહ્યો હતો. હવે બોયકોયના ટ્રેન્ડ વચ્ચે ફિલ્મે 5 માં દિવસે પણ શાનદાર કમાણી કરી છે. આ સાથે બ્રહ્માસ્ત્ર વર્લ્ડવાઈલ્ડમાં 200 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે અને હવે 300 કરોડની આજુબાજુ છે.

વાસ્તવમાં, બોક્સ ઓફિસ ઈન્ડિયા વેબસાઈટના રિપોર્ટ મુજબ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું મંગળવારનું કલેક્શન પણ સારું રહ્યું છે. ફિલ્મે રિલીઝના પાંચમા દિવસે બીજા વર્કિંગ ડે પર પણ સારી કમાણી દેખાડી છે. મંગળવારે રિલીઝના પાંચમા દિવસે બ્રહ્માસ્ત્રે ભારતીય બોક્સ ઓફિસ પર લગભગ 12.50 કરોડનો બિઝનેસ કરી દેખાડ્યો છે.

તેમાંથી બ્રહ્માસ્ત્ર ફિલ્મે હિન્દી બેલ્ટ પર 11.50 કરોડનું કલેક્શન કર્યું છે જ્યારે અલગ-અલગ ભાષાઓમાં ડબ પર લગભગ 1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. પહેલા સોમવારે ફિલ્મનું કલેક્શન 16 કરોડની આસપાસ રહ્યું છે, જ્યારે રવિવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર 45 કરોડની કમાણી કરી હતી, બીજા દિવસે 42 કરોડની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મે બોક્સ ઓફિસ પર 37 કરોડની કમાણી સાથે ધમાકેદાર ઓપનિંગ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બ્રહ્માસ્ત્રના 5 મા દિવસનું કલેક્શન મળીને રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધી લગભગ 152.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે વર્લ્ડવાઈલ્ડ આ ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે. એટલું જ નહીં, ફિલ્મ બ્રહ્માસ્ત્રે કમાણીની બાબતમાં ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડતા પોતાના નામે કરી લીધા છે.