બોલિવૂડની ફિલ્મો વિશે ઘણા સમયથી સારા સમાચાર નથી સાંભળવા મળી રહ્યા હતા, પરંતુ ‘બ્રહ્માસ્ત્ર’ એ પોતાનો કમાલ દેખાડી દીધો છે. હવે લાગે છે કે બોલિવૂડ ફિલ્મોના સારા દિવસો શરૂ થવાના છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ એ ઓપનિંગ ડે પર ભારતીય બોક્સ ઓફિસથી લઈને વિશ્વભરમાં કમાણી કરવાના મામલામાં ઝંડો લગાવ્યો છે. પ્રથમ દિવસે, જ્યાં ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર લગભગ 37 કરોડની કમાણી કરીને પોતાનું ખાતું ખોલ્યું હતું, ત્યાં ફિલ્મે વિશ્વભરમાંથી પણ જોરદાર કલેક્શન કર્યું છે.

અયાન મુખર્જીથી લઈને ‘બ્રહ્માસ્ત્ર’ ની સ્ટાર કાસ્ટ સુધીની મહેનત સફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે. પ્રથમ દિવસે જે કમાણી બહાર આવી છે તેનાથી લાગે છે કે ખરેખર ફિલ્મે ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે વિશ્વભરમાં 75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. લાંબા સમય બાદ કોઈ ફિલ્મે પ્રથમ દિવસે જંગી કમાણી કરીને ખાતું ખોલ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે. અયાન મુખર્જીએ સોશિયલ મીડિયા પર ફિલ્મના વર્લ્ડ વાઈડ ફિગરને શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.

અયાન મુખર્જીએ પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘Grattitude, ઉત્સાહ, આશા.. દરેક જગ્યાએ કોઈના માટે મોટો આભાર, જે અમારી ફિલ્મ-સંસ્કૃતિને જીવંત અને ગતિશીલ રાખતા, બ્રહ્માસ્ત્રનો અનુભવ કરવા ગયા સિનેમાઘરોમાં ગયા છે. આગામી થોડા દિવસોની વધુ રાહ જોવાની છે…તમને જણાવી દઈએ કે ફિલ્મ રિલીઝ થયાના થોડા કલાકો બાદ જ પાઈરેસીનો પણ ભોગ લેવાયો હતો, તેમ છતાં ફિલ્મે શાનદાર કમાણી કરી છે.