બ્રહ્માસ્ત્રે યુએસમાં બમ્પર કમાણી કરી, કલેક્શનની બાબતમાં સલમાન-આમિરની ફિલ્મોને પાછળ છોડી દીધી

બોલીવુડના સુપરસ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ બ્રહ્માસ્ત્રે તેના શાનદાર અભિનયથી દરેકને પ્રભાવિત કર્યા છે. બ્રહ્માસ્ત્રે તેની રિલીઝના 10 દિવસમાં બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે વિશ્વભરમાં આ ફિલ્મે 350 કરોડનો આંકડો પાર કરી લીધો છે. બ્રહ્માસ્ત્રે તેની કમાણીથી ભારતમાં તેમજ વિદેશમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મે યુએસમાં સુપરસ્ટાર આમિર ખાન અને સલમાન ખાનની ફિલ્મોને પાછળ છોડી દીધી છે.
વાસ્તવમાં, યુએસ બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં, બ્રહ્માસ્ત્રે અત્યાર સુધીમાં 6.8 મિલિયનની કમાણી કરી છે. બ્રહ્માસ્ત્રે કલેક્શનની દ્રષ્ટિએ રણવીર સિંહની બાજીરાવ મસ્તાની (6.55 મિલિયન ડોલર), આમિર ખાનની 3 ઈડિયટ્સ ($6.53 મિલિયન ડોલર) અને સલમાન ખાનની સુલતાન (6.2 મિલિયન ડોલર) ને પાછળ છોડી દીધી છે.
કલેક્શનની બાબતમાં બ્રહ્માસ્ત્રે યુએસમાં સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડ ફિલ્મની ટોપ 10 યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ યાદીમાં ડાયરેક્ટર અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્રનો 7 મો નંબર આવે છે. જ્યારે યુએસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ આમીર ખાનની દંગલ છે, જેન યુએસમાં 12.39 મીલીયન ડોલરનો બીઝનેસ કર્યો છે. તમને જણાવી દઈએ કે, બ્રહ્માસ્ત્ર યુએસમાં ૮૧૦ સ્ક્રીન પર રીલીઝ થઈ રહી છે.
જ્યારે બ્રહ્માસ્ત્રના ટોટલ કલેક્શનની વાત કરીએ તો રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આ ફિલ્મે અત્યાર સુધી બોક્સ ઓફીસ પર 214 કરોડથી વધુનો બીઝનેસ કર્યો છે. જ્યારે બ્રહ્માસ્ત્રે વિશ્વભરમાં 360 કરોડથી વધુની કમાણી કરી છે. નવાઈની વાત એ છે કે, બ્રહ્માસ્ત્રે રિલીઝ થયાના માત્ર 10 દિવસમાં જ આટલી કમાણી કરી લીધી છે.