બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સમાં પ્રેમનું બીજ ફૂટે છે. આમાંથી ઘણાના સંબંધો લગ્ન સુધી પહોંચી જાય છે અને ઘણા અધૂરા પણ રહી જાય છે. ઈન્ડસ્ટ્રીમાંથી દરરોજ લિંકઅપ અને બ્રેકઅપના સમાચાર આવે છે. આવું જ કંઈક ટાઈગર શ્રોફ અને દિશા પાટણી નું છે. તેમના સંબંધોના સમાચાર અવારનવાર આવતા રહે છે. જોકે, બંનેએ આ વિશે ક્યારેય વાત કરી નથી. એ અલગ વાત છે કે, બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. હાલમાં, લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાઈગર શ્રોફ અને દિશા પાટણીનું બ્રેકઅપ થઈ ગયું છે.

એક નામી ચેનલ મુજબ, ટાઈગર શ્રોફ અને દિશા પાટણી અલગ થઈ ગયા છે એટલે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. બંને વચ્ચે કયા કારણોસર બ્રેકઅપ થયું તે જાણી શકાયું નથી. ટાઈગર શ્રોફ અને દિશા પાટણી વિશે ઘણા સમયથી સમાચાર સામે આવી રહ્યા હતા, બંને વચ્ચે કંઈ જ સારું ચાલી રહ્યું નથી. જ્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે, બંનેએ સંબંધમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ સમાચારની પુષ્ટિ ટાઈગર શ્રોફના મિત્રએ કરી છે. જો કે, હજુ સુધી ટાઈગર શ્રોફ અને દિશા પટણી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. બંને પોત પોતાના કામ પર ધ્યાન આપી રહ્યા છે.

દિશા પટણી અને ટાઈગર શ્રોફના ફેન્સ આ સમાચાર સાંભળીને ચોંકી જશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પાટણીની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ 29 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. મોહિત સૂરી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં દિશા પટણીની સાથે અર્જુન કપૂર, જોન અબ્રાહમ અને તારા સુતારિયા પણ છે. તે જ સમયે, ટાઈગર શ્રોફની ફિલ્મ ‘ગણપત’ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન જોવા મળશે.