વર્ષ 2021ની શરુઆતની સાથ જ કોમેડિયન કપિલ શર્મા પોતાના ચાહકો માટે સારા સમાચાર લઈને આવ્યા છે. દેશમાં પોપ્યુલર કોમેડિયન કપિલ શર્મા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લીક્સ પર ડેબ્યુ કરવા જઈ રહી છે. કપિલ શોમાં ખુબ જ જલ્દી નેટફ્લિક્સ પર પોતાના અનોખા સ્ટાઇલથી દુનિયાના ૧૯૦ દેશોને હસાવતા જોવા મળશે.

નેટફ્લીક્સ કપિલ શર્માનો એક એનાઉસમેન્ટ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને યુટ્યુબ શેર કર્યો છે. તેમાં કપિલ શર્મા અંગ્રેજી એક શબ્દ બોલવાનો પ્રત્યન કરી રહ્યા છે, પરંતુ તે બોલી શકતા નથી. તેમની પાસે ઉભેલા કેમેરામેન તેમને કહે છે. “તમે હિન્દીમાં પણ બોલી શકો છો.”

ત્યાર બાદ કપિલ શર્મા ઇંગ્લીશમાં જ બોલે છે. તે કહે છે કે, “હું આવી રહ્યો છુ તમારા ટીવી, લેપટોપ અને મોબાઈલ પર એટલે નેટફ્લિક્સ પર. આ એક સારા સમાચાર છે.” આ વિડીયો ઘણી ફની છે. આ વિડીયોને શેર કરતા નેટફ્લિક્સ ઇન્ડિયાએ લખ્યું છે કે, “તમે હિન્દીમાં કહો અથવા ઈંગ્લીશમાં, વાત એક જ છે. કપિલ શર્મા નેટફ્લિક્સ પર ખૂબ જ જલ્દી આવી રહ્યા છે…તમે કયારે આવી રહ્યા છો.”

કપિલ શર્માએ નેટફ્લિક્સની સાથે જોડાવવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમને કહ્યું છે કે, “હું નેટફ્લિક્સની સાથે પોતાના પ્રથમ જોડાણ માટે સુપર એક્સાઈટેડ છુ. ૨૦૨૦ દુનિયાભરમાં બધા માટે મુશ્કેલ સમય રહ્યો છે અને મારા અર્થ લોકોને પોતાની ચિંતાઓને ભૂલવા અને પ્રેમ, હાસ્ય અને સકારાત્મકતાથી આ નવા વર્ષનું સ્વાગત કરવાનું છે. હું હંમેશા નેટફ્લિક્સ પર આવવા માંગતા હતા પરંતુ મારી પાસે તેમનો નંબર નથી. આ મારા દિલના નજીક એક મોટો પ્રોજેક્ટ છે અને હું જલ્દી જ પોતાના ચાહકોની સાથે વધુ જાણકારી શેર કરીશ.”