દિલ્હીની ગાદીના અંતિમ હિન્દુ સમ્રાટ પુર્થ્વીરાજ ચૌહાણ પર ફિલ્મના નામને લઈ વિવાદ ઉભો થયો છે. જે પૃથ્વીરાજ ચૌહાણ ની ફિલ્મને સન્માન જનક નામ ન આપવામાં આવતા કરણીસેના ખફા થઇ છે. ત્યારે કરણીસેના દ્વારા યશરાજ ફિલ્મ અને પટકથા લેખક સહીત સામે કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે. કરણીસેના ના અગ્રણીઓએ પોલીસ કમિશ્નર ને આવેદન પત્ર પાઠવી કાર્યવાહી ની માંગ કરી છે.

જો કે આ પહેલા પણ એક ફિલ્મ આવી હતી જેનો પણ આ કરણીસેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતિને લઇને ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ભારે વિરોધ ઉભો થયો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે ફિલ્મ રિલીઝ કરવાનો આદેશ કર્યો હોવા છતાં, પણ કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરી એકવાર ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પદ્માવતિ શીર્ષકને લઈને થયેલા વિવાદમાં અંતે ફિલ્મનું નામ પદ્માવત કરવામાં આવ્યું હતું.