સીરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ની બબીતા એટલે અભિનેત્રી મુનમુન દત્તા બાદ હવે ટ્વીટર પર બોલીવુડ અભિનેત્રી યુવિકા ચૌધરીની ધરપકડની માંગી કરવામાં આવી રહી છે. ટ્વીટર પર #ArrestYuvikaChoudhary ટોપ ટ્રેન્ડ બની ગઈ છે. યુવિકા ચૌધરીએ પણ પોતાના એક બ્લોગમાં હરીજન સમુદાય માટે જાતિના સૂચક શબ્દનો ઉપયોગ કર્યો છે. ત્યાર બાદ ગુસ્સે ભરાયેલા લોકો વિડીયો શેર કરી તેમની ધરપકડ કરવાની ઉઠાવી રહ્યા છે.

પોતાના આ વાયરલ વિડીયોમાં યુવિકા ચૌધરી હાથમાં મોબાઈલ માટે પોતાના પતિ પ્રિન્સ નરુલાનો વિડીયો બનાવતા પોતાનાથી સારા નહીં દેખાવવાની વાત કરતી જોવા મળી રહી છે. યુવિકા કહે છે, “હંમેશા બ્લોગ જ્યારે પણ હું બનવું છુ કોઈ પણ ભં… ની જેમ ઉભું થાય છે. મને મારી જાતને યોગ્ય રીતે બતાવવા માટે પૂરતો સમય નથી મળતો. અને આ મને (પ્રિન્સ નરુલા) તૈયાર થવાનો ટાઈમ પણ આપતો નથી.

યુવિકાના આ વિડીયો બાદ ટ્વીટર પર તેમને આઈપીસીની ધારા ૧૫૩એ હેઠળ ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ટ્વીટર પર કેટલાક યુઝર્સનું કહેવું છે કે, આવા લોકોની ઓછી માનસિકતાના કારણે સમાજમાંથીથી જાતિ સંબંધિત ભેદભાવ દુર થઈ શકતા નથી.