ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી નાના પડદાની પ્રતિભાશાળી અભિનેત્રી છે. ચાહકો તેને એક મજબૂત વ્યક્તિત્વ તરીકે જુએ છે. અભિનેત્રી ગયા વર્ષે ‘ખતરો કે ખિલાડી 11’ માં પણ જોવા મળી હતી અને ફર્સ્ટ રનર અપ બની હતી. જ્યારથી ‘બિગ બોસ 16’ ના લોન્ચિંગના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમાચાર આવી રહ્યા છે કે દિવ્યાંકા ત્રિપાઠી પણ આ શોનો ભાગ હશે. તેના ફેન્સ આને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. જો કે અભિનેત્રીએ આ સમાચારને નકારી કાઢ્યા છે.

20 સપ્ટેમ્બર 2022 ના રોજ, એક ટ્વિટ દ્વારા, દિવ્યાંકા ત્રિપાઠીએ સ્પષ્ટતા કરી હતી કે, તે આ શોનો ભાગ નહીં બને. અભિનેત્રીએ લખ્યું, “હાય! મારા બધા ચાહકો અને પ્રેક્ષકો જાણવા માટે ખૂબ જ ઉત્સુક હોવાથી, હું ટ્વીટ કરવા માટે મજબૂર છું કે – “હું બિગ બોસનો ભાગ નથી. તમે આ સંબંધમાં જે સાંભળો છો અને વાંચો છો તે બધું ખોટા સમાચાર છે.” હંમેશા અપાર પ્રેમ માટે આભાર!”

બિગ બોસની 16 મી સીઝન 1 ઓક્ટોબર 2022 થી શરૂ થઈ શકે છે. હાલમાં જ આ શોનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો હતો, જેનાથી આ સિઝનની થીમનો ખ્યાલ આવી ગયો હતો. આ વખતે બિગ બોસનું ઘર એક્વા થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યું છે. સાથે જ, પ્રોમોમાં કહેવામાં આવ્યું હતું કે, આ વખતે શોમાં કોઈ નિયમ નહીં હોય. સ્પર્ધકોની યાદી હજુ જાહેર કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે શાલીન ભનોટ, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા, મુનવ્વર ફારૂકી, કનિકા માન અને શિવિન નારંગ જેવી સેલિબ્રિટીઝના નામ ચર્ચામાં છે. જોકે, સ્પર્ધકોની યાદીમાં જ એ જાણી શકાશે કે કયો સ્ટાર બિગ બોસનો ભાગ બની શકશે.