લાંબા ઈંતજાર બાદ અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ રિલીઝ થઈ ગઈ છે. દ્રશ્યમ 2 ના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. દ્રશ્યમ 2 એ 2015માં આવેલી ફિલ્મ દૃષ્ટિમની સિક્વલ છે. જ્યારથી દ્રશ્યમ 2 નું ટ્રેલર બહાર આવ્યું છે, લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2 ઓક્ટોબરનું રહસ્ય જાણવા દરેક લોકો આતુર છે. જણાવી દઈએ કે, દ્રશ્યમ 2 ની ચાહકો અને વિવેચકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ એટલું જબરદસ્ત હતું કે ફિલ્મ ધમાકો કરશે એવી આગાહી પહેલાથી જ થઈ ગઈ હતી. અને બરાબર એ જ થયું.

દ્રશ્યમ 2 એ પહેલા જ દિવસે તેની કમાણીથી સાબિત કરી દીધું છે કે 7 વર્ષ પછી પણ લોકોનો વિજય સલગાંવકર અને તેના પરિવાર પ્રત્યેનો ક્રેઝ ઓછો થયો નથી. આ વખતે ફિલ્મમાં અક્ષય ખન્ના પણ કેસની તપાસ કરતો જોવા મળ્યો છે. અક્ષય ખન્નાએ હંમેશાની જેમ પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા હતા. અભિષેક પાઠકની દ્રશ્યમ 2 ફરી એકવાર લોકોને આકર્ષવામાં સફળ રહી છે. ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે તેની રિલીઝના પહેલા જ દિવસે ફ્લેગ ઓફ કર્યું હતું.

પહેલા દિવસે (શુક્રવાર) ફિલ્મની કમાણી 14.5 કરોડની આસપાસ હતી. બીજી તરફ, બીજા દિવસે (શનિવારે) ફિલ્મે 21.59 કરોડની રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. ત્રીજા દિવસે (રવિવારે) ફિલ્મનું કલેક્શન 27.17 કરોડ રહ્યું અને હવે શરૂઆતના આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો ચોથા દિવસે એટલે કે સોમવારે ફિલ્મે 11.50 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે જ ફિલ્મનું કલેક્શન માત્ર 4 દિવસમાં 75 કરોડથી ઉપર પહોંચી ગયું છે.