સુપરસ્ટાર અજય દેવગણની ‘દ્રશ્યમ 2’ આ દિવસોમાં ચર્ચાનો વિષય છે. બોક્સ ઓફિસ પર ‘દ્રશ્યમ 2’ નું કલેક્શન દરરોજ ઝડપથી વધી રહ્યું છે. રિલીઝના 10 મા દિવસે પણ ‘દ્રશ્યમ 2’ એ તેની શાનદાર કમાણીથી બધાને ચોંકાવી દીધા છે. આલમ એ છે કે, બીજા વીકએન્ડમાં ‘દ્રશ્યમ 2’ એ જબરદસ્ત કમાણી કરીને બધા ના દિલ જીતી લીધા છે.

અજય દેવગણની ‘દ્રશ્યમ 2’ ને વિવેચકો અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ જ કારણ છે કે, ફિલ્મનું કલેક્શન દરરોજ ઝડપથી વધી રહ્યું છે. તેની શાનદાર વાર્તાના આધારે ‘દ્રશ્યમ 2’ એ સાબિત કરી દીધું છે કે, અજય દેવગણની આ ફિલ્મ તેની રિલીઝના 10 માં દિવસે ધમાકેદાર કલેક્શન કરીને આ વર્ષની સુપરહિટ ફિલ્મોની યાદીમાં સામેલ થવા જઈ રહી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયા ના રિપોર્ટ અનુસાર, રિલીઝના 10માં દિવસે ‘દ્રશ્યમ 2’ એ બોક્સ ઓફિસ પર 17-18 કરોડની વચ્ચે કલેક્શન કર્યું છે.

‘દ્રશ્યમ 2’ નું આ કલેક્શન બીજા અઠવાડિયામાં સૌથી વધુ છે. આ સાથે બીજા વીકેન્ડ પર ‘દ્રશ્યમ 2’ નું કુલ કલેક્શન 38 કરોડ ની આજુબાજુ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં ‘દ્રશ્યમ 2’ એ જે રીતે કમાણી કરી છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.

પ્રથમ અઠવાડિયામાં 66 કરોડ અને બીજા વીકેન્ડ પર 38 કરોડનું કલેક્શન કરનારી ‘દ્રશ્યમ 2’ એ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. અજય દેવગણની આ ફિલ્મ ના કુલ બોક્સ ઓફિસ કલેક્શન તરફથી રિલીઝના 10 દિવસમાં ‘દ્રશ્યમ 2’ એ 140 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે.