બોલિવૂડ સુપરસ્ટાર જ્હોન અબ્રાહમ અને દિશા પટણીની ફિલ્મ એક વિલન રિટર્ન્સ તેના પ્રથમ સપ્તાહમાં કંઈ ખાસ અસર બતાવી શકી નથી. કેમકે એક વિલન રિટર્ન્સ રિલીઝના 7 દિવસમાં 40 કરોડનો આંકડો પણ પાર કરી શકી નથી. તાજેતરમાં, હિન્દી ફિલ્મ વિવેચક તરણ આદર્શ દ્વારા એક વિલન રિટર્ન્સના પ્રથમ સપ્તાહના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

વર્ષ 2014 માં આવેલી બોલિવૂડ ફિલ્મ એક વિલન ની સિક્વલ એક વિલન રિટર્ન્સ લોકોને સારી રીતે પસંદ આવી નથી. અર્જુન કપૂર, તારા સુતારિયા, દિશા પટણી અને જ્હોન અબ્રાહમ જેવા સ્ટાર્સથી શણગારેલી એક વિલન રિટર્ન્સ અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. જે અંતર્ગત એક વિલન રિટર્ન્સ પ્રથમ સપ્તાહમાં બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ છે. નોંધનીય છે કે, ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા રિલીઝ કરવામાં આવેલા એક વિલન રિટર્ન્સની તાજેતરની કમાણીના આંકડાઓ પર, ફિલ્મે પ્રથમ સપ્તાહમાં કુલ 32.92 કરોડનો બિઝનેસ કર્યો છે. પ્રથમ વીકએન્ડ પછી, એક વિલન રિટર્ન્સનાં કલેક્શનનાં આંકડામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

પ્રથમ અઠવાડિયામાં 32.92 કરોડની કમાણી કરનારી એક વિલન રિટર્ન્સ માટે રીલીઝના દિવસે બમ્પર કમાણી કરી શકી નહોતી. એક વિલન રિટર્ન્સે શરૂઆતના દિવસે 7.05 કરોડની કમાણી કરી હતી. ત્યાર બાદ જ્હોન અબ્રાહમની ફિલ્મે શનિવારે બોક્સ ઓફિસ પર 7.47 કરોડ અને રવિવારે 9.02 કરોડનું કલેક્શન કર્યું હતું. પ્રથમ ત્રણ દિવસમાં 23 કરોડની કમાણી કરનાર એક વિલન રિટર્ન્સ બાકીના ચાર દિવસમાં 8-9 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે.