બોલિવૂડ ફિલ્મોનો જાદુ બોક્સ ઓફિસ પર સતત જોવા મળી રહ્યો નથી. રણબીર કપૂરની ફિલ્મ શમશેરા શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ સાથે રણબીરે લાંબા સમય બાદ બોક્સ ઓફિસ પર કમબેક કર્યું છે. રણબીરની ફિલ્મથી ચાહકોને ઘણી આશાઓ હતી પરંતુ ચાહકો નિરાશ થયા છે. આ શમશેરામાં રણબીર સાથે વાણી કપૂર અને સંજય દત્ત લીડ રોલમાં જોવા મળ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી શમશેરા કંઈ ખાસ કમાલ કરી શકી નથી. શમશેરા વીકેન્ડ પર ફ્લોપ સાબિત થઈ રહી છે.

ચાહકો રણબીર કપૂરની શમશેરાને લઈને જેટલા ઉત્સાહિત હતા તેટલા જ નિરાશ સાબિત થયા છે. રણબીરની જૂની ફિલ્મોએ ઘણા રેકોર્ડ તોડ્યા છે. પણ શમશેરા આવું કંઈ કરી શકી નથી. શરૂઆતના દિવસથી રવિવાર સુધી ફિલ્મના કલેક્શનમાં વધુ વધારો થયો નથી.

શમશેરાએ પહેલા દિવસે 10.25 કરોડ અને બીજા દિવસે 10.50 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 10-11 કરોડનો બિઝનેસ કર્યો છે. ત્યાદ બાદ આ કલેક્શન 31-32 કરોડ થઈ જશે.

શમશેરાની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં રણબીર કપૂર ડબલ રોલમાં જોવા મળ્યો છે. શમશેરામાં સંજય દત્ત નેગેટિવ રોલમાં જોવા મળ્યો છે. ફિલ્મમાં વાણી કપૂરની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી છે. કરણ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત શમશેરા 4000 થી વધુ સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે.