નેશનલ એવોર્ડ વિનિંગ કન્નડ અભિનેતા સંચારી વિજયનું અવસાન થઈ ગયું છે. ૩૮ વર્ષના આ અભિનેતાનો બે દિવસ પહેલા એટલે ૧૨ જૂનના રાત્રીના એકસીડન્ટ થયો હતો. તેમને પગ અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદ તે કોમામાં ચાલ્યા ગયા હતા. ડોક્ટર્સે સંચારી વિજયને બ્રેડ ડેડ જાહેર કરવામાં આવ્યા છે.

વિજય સંચારીના મોત બાદ તેમના પરિવાર વાળાએ તેમના શરીરના અંગોને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે, સંચારી વિજયનો એકસીડન્ટ તેમની બાઈક સ્લીપ ખાવાથી થયો હતો. તેમનો એકસીડન્ટ સાઉથ સીટી, જેપી નગર સેવંથ ફેઝમાં થયો અને તે ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમની બાઈક વીજળીના થાંભલાથી ટકરાઈ ગયું હતું. તેમની સાથે તેમનો ૪૨ વર્ષનો મિત્ર નવીન પણ ઈજાગ્રસ્ત થયો હતો.

બંનેની પાસે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યાં નવીનના પગમાં ફ્રેક્ચરનો ઓપરેશન કરવામાં આવ્યું હતું અને વિજયના પગ અને માથાના ભાગે ઈજાની સર્જરી કરવામાં આવી હતી. વિજયના ભાઈ સિદ્ધેશ કુમાર સોમવારે જણાવ્યું હતું કે, “હું લગભગ ૧૨.૩૦ વાગે ઘટના વિશેમાં સાંભળ્યું અને હોસ્પિટલ પહોંચ્યો હતો. વિજય હજુ પણ ખૂબ જ બેભાન છે. ડોક્ટર્સે તેમને ૪૮ કલાકમાં તેમની દેખરેખમાં રાખવા માટે કહ્યું છે.”