બોલીવુડના ફેમસ કોરિયોગ્રાફર અને ડાન્સ રિયાલીટી શો ડાન્સ પ્લસમાં જજ તરીકે જોવા મળી રહેલા પુનીત પાઠક આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો કારણ બની ગયા છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં પુનીતની પત્નીએ તેમનો એક ખૂબ જ પ્રાઈવેટ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો છે. જેને જોઇને તેમના ચાહકો ઘરના હેરાન થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે, પુનીત નિધિ મુનિ સિંહે આ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં બંને રોમાંસ કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં પુનીત ફર્શ પર બેઠેલા પોતાની પત્નીનો દુપ્પટોને ખેંચી રહ્યા છે. બંનેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આ શેર કરતા નીધીએ જણાવ્યું છે કે, “@punitjpathakofficial #love #always.”

આ પ્રથમ વખત નથી જ્યારે પુનીત જે પાઠક અને તેમની પત્ની નિધિ મુની સિંહે પોતાની શાનદાર કેમિસ્ટ્રીથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ આગાઉ પણ તે ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાના રોમેન્ટિક વિડીયો અને તસ્વીરો શેર કરી ચુક્યા છે. છેલ્લી ૪ એપ્રિલ ૨૦૨૧ ને નિધિને પોતાના લગ્નનો એક વિડીયો ચાહકોની સાથે શેર કર્યો હતો. તે બોલીવુડ ફિલ્મના સીન સમાન હતો. તેને શેર કરતા નિધિએ જણાવ્યું હતું કે, “લગ્ન, @punitpathakofficial અમારા સૌથી ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે આભાર.”

 

તમને જણાવી દઈએ કે, પુનીત અને નિધિની મુલાકાત ‘ઝલક દિખલા જા’ ના સેટ પર થઈ હતી. જ્યારે બંનેએ ૧૧ ડીસેમ્બર ૨૦૨૦ માં લગ્ન કરી લીધા હતા.