રાજનેતા અને પૂર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાનીની એક તદ્દન અલગ તસ્વીર સામે આવી છે. જેને લઈને ચર્ચાઓને વેગ મળ્યો છે. વાત કંઇક આ પ્રકાર છે કે, અભિનેતા મનીષ પોલે તાજેતરમાં સ્મૃતિ ઈરાનીને મળવા પહોંચી ગયા હતા. મનીષ પોલે આ મુલાકાતની તસ્વીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી દીધી હતી. તેની સાથે મનીષ પોલે તેમની મુલાકાત વિશેની કેટલીક વાતો પણ જણાવી હતી. મનીષ પોલે કહ્યું હતું કે, સ્મૃતિ ઈરાનીએ તેમને ચાની જગ્યાએ ઉકાળો પીવડાવ્યો હતો.

પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મનીષ પોલે સ્મૃતિ ઈરાની સાથેની વાતચીત સમયની તસ્વીર શેર કરી હતી. તેના કેપ્શનમાં જણાવ્યું હતું કે “એક ગ્લાસ ઉકાળો પીવડાવા માટે સ્મૃતિ ઈરાની મેડમનો આભાર. શું સમય આવ્યો છે. ચાની જગ્યાએ સૌ ઉકાળો પીવા લાગ્યા છે! પરંતુ મને આમંત્રિત કરવા બદલ આભાર. મનીષ પોલ માત્ર ફોટો લેવા માટે માસ્ક કાઢ્યું છે. સૌને પ્રેમ.” મનીષ પોલની ટીવીના પાત્ર ‘તુલસી’ થી સ્મૃતિ ઈરાનીને નવી ઓળખાણ મળી હતી. તે હાલમાં કાપડ પ્રધાન અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન તરીકે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય રહેલા છે.

FAT TO FIT થઈ તુલસી , તસવીરોમાં જૂઓ નેતા અને પુર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાનીનું શાનદાર ટ્રાન્સફોર્મેશન !

સ્મૃતિ ઈરાની ટીવી જગતનો એક પ્રખ્યાત ચહેરો છે. તેમણે ઘણા વર્ષો સુધી દર્શકોનું મનોરંજન પૂરું પાડ્યું છે. સ્મૃતિ ઈરાની ઘણી વખત તેમના પ્રખ્યાત ટીવી શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ દરમિયાનના તેમના લુકની તસ્વીરો શેર કરતા રહે છે. આ તસ્વીરોમાં તેઓ ખુબ ફીટ જોવા મળે છે. એટલું જ નહીં તેઓ વજન વધવા વિશે પણ મિમ્સ શેર કરવામાં આવ્યા છે.

જ્યારે મનીષના સોશિયલ મીડિયામાં સ્મૃતિ ઈરાનીનો નવો લૂક જોઇને લોકો આશ્ચર્યચક્કિત થઇ ગયા છે. લોકોને વિશ્વાસ નથી થઇ રહ્યો કે સ્મૃતિએ પોતાનું વજન ઉતારી નાખ્યું છે. તેઓ પહેલાથી વધુ ફીટ જોવા મળી રહી છે.