માનવામાં આવી રહ્યું છે કે બંગાળ ચૂંટણીના પરિણામો બાદ મમતા બેનર્જી પર કરેલી ટિપ્પણી બાદ કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું છે. કંગનાએ મમતા બેનર્જીને ટ્વીટ કરીને અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. હવે સત્તાવાર રીતે, કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

આજે કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે બંગાળ ચૂંટણીના પરિણામો બાદ મમતા બેનર્જી પર કરેલી ટિપ્પણી બાદ કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું છે. કંગનાએ મમતા બેનર્જીને ટ્વીટ કરીને અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તે પછીથી, યુઝર્સે કંગના વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો. હવે સત્તાવાર રીતે, કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

બંગાળની ચૂંટણીના પરિણામો બાદ કંગનાએ અનુક્રમિક રીતે શ્રેણીબદ્ધ ટ્વીટ કરી હતી. તેમણે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી) વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને મમતા બેનર્જી પર ટિપ્પણી કરી હતી. કંગનાએ એક વીડિયો પણ શેર કર્યો હતો, જે મુજબ ટીએમસીની ચૂંટણી બાદ ભાજપ પાર્ટીની મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. જો કે, કંગનાના આ ટ્વિટ બાદ યુઝર્સે તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા. વપરાશકર્તાઓએ તેમને વિવિધ પ્રકારે સંબોધન કર્યું.