ડ્રગ્સ કેસમાં આરોપી આર્યન ખાન ( ARYAN KHAN DRUG CASE) ના પિતા બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના બંગલામાં ‘મન્નત’ થી તપાસ બાદ એનસીબી( NCB)ની ટીમ પરત ફરી ગઈ છે. શાહરૂખ ખાનના ઘરે પહોંચવાને લઈને એનસીબીએ જણાવ્યું છે કે, કેટલાક પેપર્સ વર્ક બાકી હતા, એટલા માટે અહીં આવ્યા હતા. એનસીબી તરફથી તપાસ કરી રહેલા અધિકારી વીવી સિંહની આગેવાનીમાં પહોંચેલી ટીમે આ અગાઉ અભિનેત્રી અનન્યા પાંડે ( ANANYA PANDEY)ના ઘર પર પણ પહોંચી હતી. શાહરૂખના બંગલાથી પરત ફરેલ એનસીબીની ટીમે મીડિયાકર્મીઓથી વાત પણ કરી હતી.

એનસીબીના ઓફિસરોએ અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવવાને લઈને જણાવ્યું છે કે, “પૂછપરછ માટે શંકાસ્પદ અને સાક્ષીઓને બોલાવવામાં આવે છે. કોઈને પૂછપરછ માટે બોલાવવાનો અર્થ એ નથી કે, તે આરોપી છે.

એનસીબીની ટીમે મન્નત પહોંચી શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીને એનસીબીએ નોટીસ આપી હતી. આર્યનનું એજ્યુકેશન અને મેડીકલ રેકોર્ડ માંગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, એનસીબીની ટીમ પૂજાને નોટીસ આપવા માટે પહોંચી હતી. વાસ્તવમાં શાહરૂખ ખાનના પોતાના બંગલામાં મન્નતમાં જ ઓફીસ પણ છે. એટલા માટે એનસીબીની ટીમ ત્યાં પહોંચી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, શાહરૂખ ખાનના ઘર પહોંચી એનસીબીની ટીમે અભિનેતાથી તે પણ જણાવ્યું છે કે, જો તેમની પાસે પુત્ર આર્યનના કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક ડીવાઈઝ છે તો તેમને સોંપી દે. કહેવામાં આવી રહ્યું છે કે, અનન્યાના ફોનને એનસીબીએ પોતાની પાસે રાખી લીધો છે. એનસીબીના અધિકારીઓએ જણાવ્યું છે કે, અમે કહેવામાં આવી રહ્યું છે કે, શાહરૂખ ખાનના ઘર પહોંચી એનસીબીની ટીમે અભિનેતાથી તે પણ જણાવ્યું છે કે, જો તેમની પાસે પુત્ર આર્યનના કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક ડીવાઈઝ છે તો તેમને સોંપી દે. કહેવામાં આવી રહ્યું છે કે, અનન્યાના ફોનને એનસીબીએ પોતાની પાસે રાખી લીધો છે. એનસીબીના અધિકારીઓએ જણાવ્યું છે કે, અમારે આ બાબતમાં ઘણા લોકોથી પૂછપરછ કરવી પડે છે. અનન્યા પાડેએ પૂછપરછ માટે બપોરે ઓફિસમાં બોલાવવામાં આવી છે. અનન્યા પાંડે પણ સ્ટાર કીડ છે અને ચંકી પાંડેની પુત્રી છે. આ તમામને લઈને આર્યન ખાનથી તેમનું નામ જોડાઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આર્યન ખાન વોટ્સએપ ચેટ પર જે અભિનેત્રીથી ડ્રગ્સને લઈને વાત કરી રહ્યા હતા, તે અનન્યા પાંડે જ હતી. હવે જોવાની વાત એ પણ છે કે, અનન્યા પાંડેથી પૂછપરછ બાદ એનસીબીનું આગામું પગલું હોય શકે છે.