Jhalak Dikhla Jaa 10 માં પ્રથમ એલિમેશન, બધાને હસાવનાર દાદી આ કારણોસર શોથી થઈ બહાર

ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10 શરૂ થઈ ગયો છે. આ શો શરૂ થયાને 2 અઠવાડિયા થઈ ગયા છે. ઝલક દિખલા જા 5 વર્ષ પછી ટીવી પર વાપસી કરી છે. ઝલક દિખલા જામાં ઘણા ટીવી સેલેબ્સ ડાન્સ કરતા જોવા મળે છે. આ શોનું હવે પ્રથમ એલિમિનેશન થઈ ગયું છે. શોમાં બધાને હસાવનાર અલી અસગરને અલવિદા કહેવું પડ્યું છે. અલીની ઝલક સફર પૂરી થઈ ગઈ છે. પબ્લિક વોટિંગમાં ઓછા વોટને કારણે અલીએ શોને અલવિદા કહેવું પડ્યું હતું.
કોરિયોગ્રાફર લિપ્સા અલી અસગરના શોનો ભાગ બની હતી. અલીની સાથે શોમાં લિપ્સાની સફર પણ અહીં સમાપ્ત થઈ ગઈ છે. અલીના આટલા વહેલી તકે શો છોડી દેવાના કારણે બધા ચોંકી ગયા હતા. શોથી બહાર થયા બાદ અલી ઈમોશનલ થઈ ગયા હતા. બધાને ભારે હૈયે તેમને વિદાય આપી હતી.
અલી અસગર અને જોરાવર કાલરા એલિમિનેશન રાઉન્ડમાં પહોંચ્યા હતા. બંનેને નિર્ણાયકો તરફથી સમાન ગુણ મળ્યા હતા. પરંતુ જાહેર વોટિંગમાં અલીને ઓછા વોટ મળ્યા, જેના આધારે એલિમિનેશન થયું હતું. અલીનું આટલું વહેલું શોમાંથી નીકળી જવું તેના ચાહકો માટે આંચકાથી ઓછું ન હતું.
ઝલક દિખલા જા 10માં એક ફેમિલી સ્પેશિયલ હતી. જેમાં સ્પર્ધકે ડાન્સ દ્વારા પોતાના જીવનની મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું. તેણે આ ડાન્સ તે ખાસ વ્યક્તિને સમર્પિત કરવાનો હતો જે તેના જીવનના આ મુશ્કેલ સમયમાં તેની સાથે ઉભો હતો. ફેમિલી સ્પેશિયલમાં અલીના બાળકોનો એક વીડિયો બતાવવામાં આવ્યો હતો, જેને જોઈને તે ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન અલીએ પોતાના અંગત જીવન વિશે ઘણી વાતો પણ જણાવી હતી.