બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત છેલ્લા ઘણા દિવસોથી તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ ને લઇને ચર્ચામાં છે. હવે કંગનાએ ફિલ્મ ઈમરજન્સીના અન્ય પાત્રનો લુક શેર કર્યો છે. ફિલ્મ ‘ઇમરજન્સી’ રાજનેતા જગજીવન રામનું ફર્સ્ટ લૂક પોસ્ટર સામે આવ્યું છે. કંગનાની ઈમરજન્સીમાં એક્ટર સતીશ કૌશિક જગજીવન રામની ભૂમિકા ભજવી રહ્યા છે. પોસ્ટરમાં અભિનેતા સતીશ કૌશિકનો લૂક જગજીવન રામ જેવો જ દેખાય રહ્યો છે.

ખરેખર, અભિનેત્રી કંગના રનૌતે થોડા સમય પહેલા જ ફિલ્મ ‘ઇમરજન્સી’ના નવા પાત્રનું ફર્સ્ટ લૂક પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ફિલ્મ ઈમરજન્સીના આ પોસ્ટરમાં એક્ટર સતીશ કૌશિક રાજનેતા જગજીવન રામના લૂકમાં જોવા મળી રહ્યા છે. આ પોસ્ટર પર ખાદીની કેપ અને જેકેટ પહેરેલા, ચહેરા પર કાળા ચશ્મા પહેરેલા, તદ્દન જગજીવન રામ જેવા જોવા મળી રહ્યા છે.

સતીશ કૌશિકના આ લૂક પોસ્ટર સાથે કંગના રનૌતે મોટું કેપ્શન પણ લખ્યું છે. તેણે ફિલ્મના આ લેટેસ્ટ પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે – લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ…. પ્રતિભાના પાવરહાઉસ સતીશ કૌશિકને કટોકટીમાં જગજીવન રામ તરીકે રજૂ કરતા, જેઓ બાબુજી તરીકે જાણીતા હતા, તેઓ ભારતીય રાજકીય ઇતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક હતા.